Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૐ ટ્રેનિંગ સેન્ટરમાં ઉજવાયું પ્રજાસત્તાક પર્વઃ તેજસ્વી તારલાઓનું સન્માન

દિવ્યાંગ બાળકોનું અદ્ભુત પ્રેઝન્ટેશનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગરમાં ૐ ટ્રેનિંગ સેન્ટરમાં ભારતના ૭૭ મા ગણતંત્ર પર્વની વિશેષરૂપે ઉજવણી કરાઈ. અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરમાં ૐ ટ્રેનિંગ સેન્ટરમાં સ્પેશિયલ ચાઈલ્ડ (મનોદીવ્યાંગો) તથા સંચાલક ડિમ્પલબેન મહેતા દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવમાં આવી હતી, જ્યાં સ્પેશિયલ ચાઈલ્ડે પોતાના મનોભાવ થકી આ પર્વને ઉજવ્યો હતો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો સાથે જામનગરના ઉદ્યોગપતિ અને નવાનગર બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

આ ગૌરવપૂર્ણ ઉજવણીમાં જામનગરના પ્રખર દાનવીર ભીખુભા વાઢેરના ધર્મપત્ની ગજરાબા વાઢેર, લંડનથી ઉપસ્થિત બેલાબા જાડેજા, ચંદ્રકાંતસિંહ જાડેજા, પ્રતીકભાઈ જોષી (હરિરામ બાપા પરિવાર), શહેરના અગ્રણી ગિરીશભાઈ અમેથિયા, બ્રહ્મસેવા સમાજ ટ્રસ્ટના કેતનભાઈ ભટ્ટ, ઉપરાંત રાજેશભાઈ ગાંધી, જીમીભાઈ ભરાડ, ગીતાબેન ભટ્ટ, રોહિતભાઈ જોષી, જયશ્રીબેન જોષી, કમલેશભાઈ માકાણી, સતિષભાઈ, ગિરીશભાઈ, ધ્રુવીબેન સોમપુરા, જયશ્રીબેન, ભ્રાંતિબેન કારિયા, દિપકભાઈ અગ્રાવત, જીતુભાઈ ભારવડિયા, જયશ્રીબેન જોષી, રંજનબેન ગજેરા, રચનાબેન વેગડા, હરેશભાઈ મહેતા, મહાનગરપાલિકાના રાજભા જાડેજા, મહાદેવ ક્લાસીસના મિતેષ મહેતા વિગરેએ ઉપસ્થિત રહી મનોદીવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમમાં ૐ ટ્રેનિંગ સેન્ટરના તમામ સ્ટાફ તથા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે પધારેલ મહેમાનોના વરદ્ હસ્તે દરેક દિવ્યાંગો જે સ્પે. ખેલ મહાકુંભમાં રાજ્યમાં પ્રથમ નંબર લાવ્યા છે, તેઓનું સન્માન કરાયું હતું, તેમજ દરેક મહેમાનોનું સન્માન નીતિનભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન સંસ્થાના ફાઉન્ડર ડીમ્પલબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh