Advertisement
Author: નોબત સમાચાર

તંત્રની સૂચના નહીં હોવા છતાં સ્થિતિ મુજબ દ્વારકા જિલ્લામાં સ્વયંભૂ બ્લેકઆઉટ

દ્વારકા જિલ્લાના લોકોની સ્વયંશિસ્તની કલેક્ટરે કરી પ્રશંસા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે દ્વારકા કે ખંભાળિયા તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરવા કે લાઈટો બંધ કરવા કોઈ સૂચના ન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સૂચના ના હોવા છતાં સોશિયલ મીડિયા તથા સંદેશાવ્યવહાર સાધનોની મદદથી ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિની ગંભીરતા જોઈને લોકો દ્વારા સ્વયંશિસ્ત દાખવીને બ્લેક આઉટ જેવી સ્થિતિ જાતે જ રાખવાની બાબતની જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

દ્વારકા જિલ્લામાં તમામ અધિકારીઓને તૈયાર રાખવા તથા કંઈ ઈમરજન્સી થાય તો હોસ્પિટલથી માંડીને જે કંઈ સંભવિત નુક્સાન થાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ સાથે ટીમ તૈયાર હોવાનું જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ જણાવ્યું હતું તથા ગઈકાલે કેટલાક માધ્યમોમાં દ્વારકામાં બ્લેકઆઉટનો આદેશ હોવાનું પ્રસિદ્ધ થયું હતું, પણ તંત્ર દ્વારા ક્યાંય દ્વારકા જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરાયો નહતોનું જણાવ્યું હતું. લોકોએ હાલની યુદ્ધની સ્થિતિની ગંભીરતા જોઈને જાતે જ લાઈટો બંધ રાખવા શરૃ કર્યું હતું તથા માત્ર દ્વારકાધીશ મંદિરના શિખરની રોશની સલામતીના કારણોસર બંધ કરી હતી. ગઈકાલે દ્વારકા જિલ્લામાં લોકોમાં ભય અને ફફડાટ ના થાય તે માટે વાહનવ્યવહાર પણ ચાલુ રહ્યો હતો. માત્ર રાત્રે કામ વગર રખડતા લોકોને 'ઘરભેગા' કરવા વ્યવસ્થા કરાઈ હતી. રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે સતત સંપર્કમાં રહીને તથા રાજ્ય સરકારની તમમ સૂચનાઓના પાલન સાથે દ્વારકા જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની ટીમો કોઈપણ બનાવમાં પગલાં લેવા સજ્જ હોવાનું તેમણે જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh