Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેઘાલયમાં વાવાઝોડાથી એક હજારથી વધુ ઈમારતોને નુકસાનઃ પ૦૦૦ લોકો પ્રભાવિતઃ હિમાચલના પ્રદેશોમાં હિમવર્ષા
નવી દિલ્હી તા. ૧૯: ઉત્તરાખંડ-છત્તીસગઢ સહિત ૧૬ રાજ્યોમાં વરસાદનું એલર્ટ અપાયું છે. તો આજે હિમાચલમાં હિમવર્ષા થઈ છે. રાજસ્થાન-યુપીમાં તાપમાન ઘટયું હતુ, તો મેઘાલયમાં વાવાઝોડાથી ૧૦ર૮ ઘરને નુકસાન થયું હોવાના અહેવાલો છે.
છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતના રાજયોમાં વાવાઝોડું, વરસાદ અને કરા પડવાનો દોર ચાલુ છે. આઈએમડી અનુસાર ૧૮ માર્ચથી મજબૂત પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહ્યો છે. આ કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને વરસાદની સંભાવના છે. જો કે, રાજસ્થાનમાં બે દિવસ સુધી થયેલા વરસાદ અને કરા પડ્યા બાદ ગરમીથી રાહત મળી છે. સોમવારે રાજયના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચે નોંધાયું હતું. રાત્રે ઠંડક વધવાથી કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન ૧પ ડીગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ઘણી જગ્યાએ હળવો વરસાદ અને ગાજવીજ થઈ હતી. શામલી જિલ્લામાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતાં. પૂર્વીય યુપીમાં પણ ઝરમર વરસાદ થયો અને કેટલાક વિસ્તારોમાં વાવાઝોડું આવ્યું. હવામાન બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો અનતે પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયો હતો.
છત્તીસગઢમાં મંગળવારે ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાયું અને ઘણી જગ્યાએ વરસાદ સાથે કરા પડ્યા. ગરિયાબંધ જિલ્લાના આમામોરા-ઓડ પહાડી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું રહ્યું. અહીં ભારે વરસાદ સાથે કરા પણ પડ્યા. એક દિવસ પહેલા જિલ્લામાં આકાશી વીજળી પડવાથી એક યુવક દાઝી ગયો હતો.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં લાહૌલ-સ્પીતિ, કુલ્લુ, ચંબા અને કિન્નૌરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ. ગોંડલામાં ૨૩.૫ સેમી, કેલાંગમાં ૨૦ સેમી અને મનાલીમાં લગભગ ૫ સેમી બરફ પડયો. હવામાન વિભાગે કુલ્લુ, મંડી અને શિમલામાં કરા પડવા અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મેઘાલયમાં પણ ખરાબ હવામાનની અસર જોવા મળી. રી-ભોઈ જિલ્લામાં સોમવારે રાત્રે ભારે પવન અને ભારે વરસાદથી ૧,૦૨૮ ઘરોને નુકસાન થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૫,૦૦૦ લોકો પ્રભાવિત થયા છે. સૌથી વધુ નુકસાન ઉમલિંગ અને જીરાંગ બ્લોકના ગામોમાં થયું. તોફાનથી પાક અને પશુધનને પણ નુકસાન થયું, જયારે ઘણાં વિસ્તારોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો.
આજે હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે, જયારે હિમાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ અથવા હિમવર્ષાની સંભાવના છે. ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે કરા પડી શકે છે. આ વિસ્તારોમાં ૪૦-૫૦ કિમી/ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાવાની શકયતા છે. છત્તીસગઢમાં પણ કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે.
આવતીકાલે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે ૫૦-૬૦ કિમી/કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે, જેના ઝાટકા ૭૦ કિમી/ કલાક સુધી પહોંચી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં પણ ગાજવીજ, ૪૦-૫૦ કિમી/ કલાકની ઝડપે તેજ પવનો અને કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ કરા પડી શકે છે.
નાગાલેન્ડમાં વાવાઝોડા-વરસાદથી તબાહી
નાગાલેન્ડમાં ભારે વાવાઝોડા અને વરસાદને કારણે ૪૬ પરિવારો પ્રભાવિત થયા છે. યુમૌકેડિમા અને પેરેન જિલ્લાઓમાં અનેક ઘરો અને વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે. મોન જિલ્લાની એક સરકારી શાળાને પણ નુકસાન થયું, જેના કારણે મધ્યાહન ભોજન પ્રભાવિત થયું. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી.
રર ફલાઈટ ડાઈવર્ટ
ગઈકાલે સાંજે દિલ્હી, હરિયાણા અને યુપીના ઘણાં વિસ્તારોમાં વરસાદ થયો. દિલ્હીમાં બુધવારે સાંજે ધૂળભરી આંધી અને ભારે વરસાદને કારણે ફલાઈટ્સ પર અસર પડી છે. ખરાબ હવામાનને કારણે રર ફલાઈટ્સને અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial