Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૫૩ તાલુકામાં વરસાદ
ગાંધીનગર તા.૮: ગજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૫૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદ અને પંચમહાલના દાહોદમાં પોણા ચાર ઈંચ જેવો વરસાદ પડયો છે.
ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૧૫૩ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. તદ્નુસાર રાજ્યમાં સૌથી વધુ આણંદના જિલ્લાના બોરસદ તાલુકામાં ૩.૯૦ ઇંચ તથા પંચમહાલના ગોધરામાં ૩.૬૨ ઇંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લામાં સોમવારે બપોર પછી એકાએક કાળા ડિબાગ વાદળો છવાયા હતા. બોરસદ તાલુકામાં વરસાદી હેલી કરતા ચાર કલાક સુધી સતત વરસાદ થયો હતો જેને કારણે માત્ર ચાર ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરો પણ પાણીથી તરબોળ થઈને દરિયા જેવા દેખાવા માંડયા હતા. આણંદ જિલ્લામાં તારાપુરમાં ૨૧ મી.મી, સોજીત્રામાં ૨૧ મી.મી, ઉમરેઠમાં ૧૨ મી.મી, આણંદમાં ૩૧ મી.મી, પેટલાદમાં ૪ મી.મી, ખંભાતમાં ૧૨ મી.મી, અને આકલાવમાં ૮ મી.મી વરસાદ માત્ર સાંજના ચાર કલાકમાં ખાબક્યો હતો. સિઝનનો કુલ વરસાદ ૪૩૯.૨૫ મી.મી એટલે કે ૧૭.૫૭ ઈંચ વરસાદ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદમાં તાલુકામાં ૨૧.૯૮ ઈંચ નોંધાયો છે.
તદ્પરાંત છેલ્લા ૨૪ કલાકમાં કચ્છના ગાંધીધામમાં ૨.૨૮ ઇંચ અને માંડવી, સિહોર, ખંભાળિયા, અંજાર, સાવલી, આણંદ અને નડીયાદ તાલુકામાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નખત્રાણા, તારાપુર, સોજિત્રા, ડભોઇ, મોરબી, સંખેડા, ગળતેશ્વર, અબડાસા, જેતપુરપાવી, મોરવા હડફ, લાલપુર, લખપત, ડાંગ આહવા અને છોટાપુરમાં ૧ ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
૭ જુલાઇ ૨૦૨૫ના સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૨.૮૨ ટકા, કચ્છ વિસ્તારમાં ૫૦.૩૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૪૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૪.૧૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને ૭ થી ૧૦, જુલાઇ ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial