Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલમાં સંબંધીની ખબર કાઢવા આવેલા આસામીના બાઈકની ચોરી

ખંભાળિયા બાયપાસ પાસેથી બે બાઈકની ઉઠાંતરી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરની જી.જી. હોસ્પિટલમાં શનિવારે પોતાના એક સંબંધીની ખબર કાઢવા આવેલા મસીતિયાના આસામીનું રૂ।.રપ હજારનું મોટરસાયકલ પાર્કિંગમાંથી ચોરાઈ ગયું છે. જ્યારે ખંભાળિયા બાયપાસ પાસેથી જુદા જુદા સમયે બે આસામીના કુલ રૂ।.૬૦ હજારના બે મોટરસાયકલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર નજીકના મસીતિયામાં મસ્જિદ પાસે રહેતા અફઝલભાઈ ગફારભાઈ ખફી નામના આસામીએ શુક્રવારે બપોરે સાડા અગિયારેક વાગ્યે પોતાનું જીજે-૧૦-ડીએચ ૪૯૩૦ નંબરનું હીરો મોટરસાયકલ જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં મૂક્યું હતું. ત્યાંથી રાત્રિ સુધીમાં આ વાહનની ઉઠાંતરી થઈ ગઈ છે. સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા રાજદીપસિંહ ભાવસંગ જાડેજા નામના વિદ્યાર્થીએ ગઈ તા.ર૬-પ-રપની સવારે પોતાનું જીજે-૧૦-બીએન ૬૯૮૦ નંબરનું હીરો મોટરસાયકલ જામનગર-ખંભાળિયા રોડ પર ખંભાળિયા બાયપાસ પાસે મૂક્યું હતું. ત્યાંથી રાત્રિ સુધીમાં રૂ।.૩૦ હજારના આ વાહનની ઉઠાંતરી થઈ હતી.

જામજોધપુર તાલુકાના અમરાપર ગામના વતની અને હાલમાં જામનગરમાં દ્વારકેશ-૩માં વસવાટ કરતા વિપુલભાઈ મેણશીભાઈ જોગલ નામના આસામીએ ગયા ગુરૂવારે સવારે પોતાનું જીજે-૩-ઈએચ ૯૬ નંબરનું હીરો મોટરસાયકલ ખંભાળિયા બાયપાસ પાસે મૂક્યું હતું. ત્યાંથી રૂ।.૩૦ હજારનું આ વાહન સાંજ સુધીમાં કોઈ શખ્સ હંકારી ગયો છે. પંચ-બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh