Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે સહયોગ આપવા અનુરોધ કર્યોઃ
જામનગર તા. ૧૦: જામનગરના કોમલનગર વિસ્તારમાંથી ગયા શુક્રવારે એક અજાણ્યા યુવાન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં સારવારમાં રહેલા આ યુવાનની ઓળખ આપવા પોલીસે અનુરોધ કર્યો છે.
જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં આવેલા કોમલનગર નજીક લીલાપીઠ પાસે ગયા શુક્રવારે એક અજાણ્યા યુવાન બેભાન જેવી હાલતમાં પડયા હોવાની કોઈએ પોલીસને જાણ કરતા આ યુવાનને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમ્યાન આ યુવાન હજુ ભાનમાં આવ્યા નથી ત્યારે તેઓના સગા-સંબંધીની પોલીસે શોધ શરૂ કરી છે. અંદાજે ચાલીસેક વર્ષની વયના આ યુવાનના સગા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial