Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ તેજી યથાવત્!!

તા. ૨૭-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

જીએસટીમાં કપાત, બજેટમાં રાહત તથા કોર્પોરેટ અર્નિગમાં દ્વીઅંકી વૃદ્ધીની અપેક્ષાએ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર તાણ હળવી થવાની શકયતા વધી જતા એશિયાના શેરબજારોમાં રોકાણકારોના માનસમાં સુધારો થયો હતો, જેની પાછળ ભારતીય શેરબજારમાં આજે શરૂઆતી તબક્કામાં સેન્ટિમેન્ટ પોઝિટિવ જોવા મળ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની ઔદ્યોગિક, આર્થિક વૃદ્ધિનો નવો અધ્યાય શરૂ થયો હોવાનું અને મેઈક ઈન ઈન્ડિયાના મિશનમાં કોર્પોરેટ ઈન્ડિયા ઉત્સાહભેર જોડાઈ ગયા હોઈ સ્થાનિક સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોના વધતાં વિશ્વાસ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ પણ તક ચૂકી જવાના વસવસા વચ્ચે શેરોમાં ખરીદદાર બનવા લાગતાં બજારમાં ઇન્ડેક્સ બેઝડ ઉછાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૫૮%ના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૭૯% અને નેસ્ડેક ૧.૧૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૯૭ અને વધનારની સંખ્યા ૧૮૩૬ રહી હતી, ૨૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ. ૧,૨૨,૫૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૨,૬૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૨,૩૦૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૯૭૫ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૨૨,૪૭૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ. ૧,૪૨,૯૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૪૬,૭૨૮ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૪૨,૯૧૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૧૨૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૧,૪૬,૩૪૩ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

ઝાયડસ લાઈફસાઈન્સીસ (૧૦૦૩) : ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૦૪૭ ઉપર તેજી તરફી ધ્યાન...!!

અદાણી એનર્જી (૯૪૧) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૦૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૮ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (૯૦૭) : રૂ.૮૯૦ નો પ્રથમ તેમજ રૂ.૮૭૮ બીજા સપોર્ટથી પબ્લિક બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૨૩ થી રૂ.૯૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

કલ્યાણ જવેલર્સ (૪૯૪) : જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૦૫ થી રૂ.૫૧૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા હાલના મજબૂત લિક્વિડિટી પ્રવાહ અને મ્યુચ્યુઅલ ફંડોના વધતા સક્રિય રોકાણને ધ્યાનમાં લેતાં સકારાત્મક દિશામાં આગળ વધતી દેખાય છે. એસઆઈપી મારફતે સતત આવતા રોકાણે ઘરેલું મૂડીબજારની સ્થિતિને મજબૂત બનાવી છે, જેના કારણે બજાર વિદેશી રોકાણકારોના આધારથી વધુ સ્વતંત્ર બનતું જાય છે. પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી ભાગીદારી એ માર્કેટની ઊંડાણ અને સ્થિરતા બંનેમાં વધારો કરી રહી છે. આ ઉપરાંત, એન્કર ઈન્વેસ્ટમેન્ટ અને ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (ઊૈંમ્) સેગમેન્ટમાં વધેલા ફન્ડ ફ્લો સૂચવે છે કે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણકારો ભારતીય અર્થતંત્રના વિ કાસ પર વિશ્વાસ ધરાવે છે.

આગામી મહિનાઓમાં અનેક નવી કંપનીઓ પોતાના આઈપીઓ લાવવાની તૈયારીમાં છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટમાં સક્રિયતા વધુ તેજ બનવાની સંભાવના છે. આથી એકંદર બજાર માહોલ ઉત્સાહજનક રહેવાની શક્યતા છે, ખાસ કરીને એવા સેક્ટરોમાં જ્યાં વૃદ્ધિની સંભાવના વધુ છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાર્મા, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને કન્ઝ્યુમર ગુડ્સ. સ્થાનિક રોકાણકારોની મજબૂત હાજરી અને લિક્વિડિટી સપોર્ટને ધ્યાનમાં લેતાં, બજાર ટૂંકા ગાળાની અસ્થિરતા વચ્ચે પણ મધ્યમથી લાંબા ગાળે વૃદ્ધિશીલ દિશામાં આગળ વધે તેવી શક્યતા વધુ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh