Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
વૈશ્વિક અનિશ્ચિતતા, પ્રોફિટ બુકિંગ અને આર્થિક ચિંતાઓને કારણે ગઈકાલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું, જો કે વૈશ્વિક મોરચે ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધનો અંત અને અમેરિકાના ટેરિફ મામલે કૂણા પડેલા વલણ સાથે વૈશ્વિક બજારોમાં સોના-ચાંદીમાં તેજીનો સટ્ટો વિખેરાવા લાગી ફંડોની મોટી ખરીદીએ વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સપ્તાહના બીજા કારોબારી દિવસે શરૂઆતી તબક્કામાં ઉછાળો નોંધાયો હતો.
વૈશ્વિક સ્તરે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા અંગે કોઈ હકારાત્મક સંકેત ન મળતા વૈશ્વિક રોકાણકારોની સાવચેતી સાથે ડોલર સામે રૂપિયો ફરી નબળો પડતા અને ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થવાની શક્યતાએ દેશના આયાત ખર્ચમાં વધારો થવાની શક્યતાઓ વધવાના અંદાજે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૧.૫૬% અને નેસ્ડેક ૨.૨૧% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
ાબીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૫૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૬ અને વધનારની સંખ્યા ૧૮૭૩ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૬,૦૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૬,૬૫૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૫,૮૮૫ પોઈન્ટન નીચા મથાળે નોંધાવી ૨૦૧૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૬,૬૪૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૫૫,૨૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૨,૦૫૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૫૫,૨૫૩ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૬૭૦૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૬૧,૩૫૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૧૬૪) : આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૧૭૮ થી રૂ.૧૧૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૯૩) : એ /ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૯૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૫૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૧૦૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એલઆઈસી હાઉસિંગ (૫૭૩) : રૂ.૫૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૪૪ બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઈનાન્સ કંપની સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૮૨ થી રૂ.૫૯૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
જેએસડબ્લ્યુ એનર્જી (૫૪૭) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૬૩ થી રૂ.૫૭૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૫૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ વધુ આગળ ધપી રહ્યો છે. ભારત સાથે ટ્રેડ ડીલ શક્ય બન્યું નથી ત્યાં ટ્રમ્પે ચીન સાથે ફરી બાથ ભીડતા સેન્ટિમેન્ટ ડહોળાયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધુ ૧૦૦% ટેરિફ ઝીંકવાની જાહેરાત કરી દીધી જે ૧ નવેમ્બરથી અમલી બનશે. હાલમાં ૩૦% ટેરિફ છે, વધુ ૧૦૦% થતા હવે ૧ નવેમ્બરથી ચીનથી આયાત થનારી વસ્તુઓ પર ૧૩૦% ટેરિફ લાગુ થશે. ટ્રમ્પે આ સાથે અમેરિકાથી નિકાસ થતાં અમેરિકામાં બનેલા મહત્વના સોફ્ટવેરની ચીનમાં નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેની અસર ભારતીય કંપનીઓ પર પણ જોવા મળી શકે છે. વળતા જવાબમાં ચીને પણ ક્રિટિકલ મિનરલ્સ પર નિયંત્રણો આકરા બનાવ વાની જાહેરાત કરી છે. વધુમાં, મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાથી અને ખાસ કરીને ગાઝામાં યુદ્ધવિરામ તરફ થયેલી પ્રગતિથી બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પણ ૫% જેવું તૂટીને ૬૨ ડોલર આસપાસ આવી ગયું હતું. આ એક પરિબળ ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ છે.
આગામી દિવસોમાં રિટેલ ફુગાવાના આંકડા અને હોલસેલ ભાવ આધારીત ફુગાવાના આંકડા જાહેર થશે. ઓગસ્ટનો રિટેલ ફુગાવાનો દર ૨.૦૭% રહ્યો હતો. સપ્ટેમ્બરમાં ફુગાવો ઘટીને આવે છે કે તેની આસપાસ રહે છે તે જોવાનું રહે છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી માટે વ્યાજદર ઘટાડવા અંગે નિર્ણય લેવામાં આ ડેટા મહત્વના બનશે. સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, જિયો ફાઈનાન્સિયલ સર્વિસીઝ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, ડિક્સન ટેક્નોલોજી વગેરે પરિણામ જાહેર કરશે જેની ભારતીય શેરબજાર પર સીધી અસર જોવાશે.