Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીએસટી રિફોર્મ્સ- વોકલ ફોર લોકલના વિષયે
જામનગર તા. ૬: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએસટી રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ- વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના ઉદ્યોગકારો જોડાયા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઉદ્યોગકારો, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે જીએસટી, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ જીએસટીના દર ઘટડાનો લાભ લોકોને મળે એ બાબતે સહકાર આપવા સંગઠનોના હોદ્દેદારોને અપીલ કરી હતી અને વડાપ્રધાનના સ્વદેશી સંકલ્પને સાકાર કરવા માટે સામુહિક પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે, જી.એસ.ટી. રિફોર્મ્સ વિકસિત ભારતના સંકલ્પને વેગ આપવા સાથે ભારતને વિશ્વનું ઉત્પાદન હબ બનાવવામાં પણ ઉપયુક્ત થશે. મુખ્યમંત્રીએ રાજ્યના ઉદ્યોગ-વેપારકારોને સ્થાનિક ઉત્પાદનોને વેગ આપીને આપણા જ દેશના યુવાનો તથા કારીગરોની મહેનત અને પરિશ્રમથી બનેલી ચીજવસ્તુઓ અને ઉત્પાદનોને બજાર મળે તેમજ વોકલ ફોર લોકલનો વડાપ્રધાનનો હેતું પાર પડે તે માટે અનુરોધ કર્યો હતો.
આ સંદર્ભે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવાયેલ જીએસટીમાં રિફોર્મ્સ અંગેનું પગલું ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવામાં મહત્ત્વનું સાબિત થશે. આ ફેરફારોના પરિણામે સ્ટેશનરી, એગ્રીક્લ્ચર, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, આરોગ્ય ક્ષેત્રની વસ્તુઓ વગેરેમાં જીએસટીના દરો ઘટવાથી લોકોને સીધો ફાયદો થશે. અને આપણા દેશમાં બનતી જ ચીજ વસ્તુઓના ઉપયોગથી ભારત આત્મનિર્ભર દેશ બની રહૃાો છે. ભારતમાંથી અનેક વસ્તુઓની નિકાસ પણ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા જીએસટી દરમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારમાં આવ્યા હતા અને જણાવાયુ હતું કે, જામનગરના ઉદ્યોગકારોને પણ જો કોઈ સૂચનો હશે તો મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. ભારતમાં જે વસ્તુઓની આયાત કરવામાં આવે છે. તે વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં જ થાય તેવા પ્રયત્નો પણ અમારા દ્વારા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial