Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને દોષિત ઠરાવાયાઃ ફાંસીની સજા

ચૂકાદા ૫હેલા બાંગ્લાદેશમાં હિંસા ભડકીઃ શૂટ એટ સાઈટના આદેશો અપાયાઃ દેશભરમાં અફરાતફરી-અરાજકતા ફેલાઈ

                                                                                                                                                                                                      

ઢાકા તા. ૧૭: આજે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે લગાવાયેલા આરોપોમાં આંતરરાષ્ટ્રીય ગુના અદાલતે દોષિત ઠેરવીને ૬ ભાગમાં ૪૫૩ પાનાનો ચુકાદો આપ્યો છે. શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. બીજી તરફ આજે દેશભરમાં હિંસા ફાટી નીકળતા અરાજકતા ફેલાઈ છે અને શૂટ એટ સાઈટના આદેશો આપ્યા છે.

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીના અંગે આજે ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલને કાર્યવાહી શરૂ કરી હતી. અને ૬ ભાગમાં ૪૫૩ પાનાનો ચુકાદો સંભળાવી શેખ હસીનાને કથિત ગુન્હાઓમાં દોષિત ઠરાવાયા છે.

બાંગ્લાદેશમાં એક વર્ષ પહેલા થયેલી ભીષણ હિંસાની વરસી પર દેશ ફરી એકવાર રાજકીય હિંસાની આગમાં સળગી રહૃાો છે. પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના પર લાગેલા આરોપો અંગે આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (આઈસીટી) આજે (સોમવારે) પોતાનો ચુકાદો સંભળાવવાનું શરૂ કરી દીધું છે. જોકે આ ચુકાદો સંભળાવતા પહેલા જ રાજધાની ઢાકા સિરિયલ બોમ્બ ધમાકાઓથી ધણધણી ઉઠી છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પોલીસે હિંસક પ્રદર્શનકારીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ જારી કરી દીધા છે અને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આઈસીટીએ તેના ચુકાદામાં એ વાતની પુષ્ટી કરી છે કે નિર્દોષ દેખાવકારોની હત્યાઓ કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ ગૃહમંત્રી પણ આરોપી છે. શેખ હસીનાએ જ બોમ્બ વડે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.  ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શેખ હસીના મામલે ૬ પાર્ટમાં ચુકાદો સંભળાવાશે. જે ૪૦૦ પેજનું છે. જસ્ટિસ ગુલામ મુર્તૂજાની આગેવાની હેઠળની ત્રણ જજોની ટ્રિબ્યુનલ ચુકાદો સંભળાવી રહી છે. અદાલતે લોકોની હત્યાની ટીકા કરીને શેખ હસીનાને દોષિત ઠરાવ્યા છે અને ૬ ભાગમાં ૪૫૩ પાનાનો ચુકાદો આપ્યો છે. બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના વિરુદ્ધ માનવતા વિરુદ્ધના ગંભીર આરોપોના કેસમાં ચુકાદો આવવાનો સમય આવી ગયો છે. ન્યાયાધીશ ગુલામ મુર્તુજાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ટ્રિબ્યુનલ ચુકાદો આપે તે પહેલાં, આખો કેસ વાંચવામાં અને રેકોર્ડ કરવામાં આવશે. તેથી, પ્રક્રિયા લાંબી હોઈ શકે છે, અને ફાયનલ ચુકાદામાં સમય લાગી શકે છે.

જો કે, ચુકાદા પહેલા જ ઢાકામાં રાજકીય હિંસા ચરમસીમાએ પહોંચી ગઈ છે. ગઈકાલે પણ અનેક દેશી બોમ્બ ફાટ્યા હતા. એકલા ૧૨ નવેમ્બરે જ ૩૨ વિસ્ફોટો થયા હતા, સાથે જ ડઝનબંધ બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે તોડફોડના આરોપમાં શેખ હસીનાની પાર્ટી 'અવામી લીગ'ના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૪૦૦થી વધુ બોર્ડર ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે અને જાહેર સભાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

દરમિયાન, શેખ હસીનાના પુત્ર અને તેમના સલાહકાર સજીબ વાઝેદે એક ઇન્ટરવ્યુમાં વર્તમાન યુનુસ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહૃાું કે જો તેમની પાર્ટી (અવામી લીગ) પરથી પ્રતિબંધ નહીં હટાવાય, તો તેમના સમર્થકો ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પર ગંભીર અસર કરશે અને વિરોધ-પ્રદર્શનો ભારે હિંસામાં પણ ફેરવાઈ શકે છે.

ચુકાદા અંગે તેમણે કહૃાું, *અમને બરાબર ખબર છે કે ચુકાદો શું આવવાનો છે. તેમને (શેખ હસીનાને) દોષિત ઠેરવવામાં આવશે અને કદાચ મોતની સજા પણ સંભળાવવામાં આવશે. તેઓ મારી માતા સાથે શું કરી શકે છે? મારી મા ભારતમા સુરક્ષિત છે. ભારત તેમને સંપૂર્ણ સુરક્ષા આપી રહૃાું છે અને એક રાષ્ટ્રાધ્યક્ષ જેવો વ્યવહાર કરી રહૃાું છે.*

શેખ હસીના પર ૨૦૨૪માં થયેલા છાત્રોના આંદોલન પર ઘાતક કાર્યવાહી કરવાનો આરોપ છે. જોકે, હસીનાએ આ કેસને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો છે. ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશથી ભાગ્યા બાદ તેઓ દિલ્હીમાં નિર્વાસનમાં રહી રહૃાા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ૧૫ જુલાઈથી ૫ ઓગસ્ટ વચ્ચે થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, ૧,૪૦૦ લોકો માર્યા ગયા હતા. આ હિંસાને ૧૯૭૧ના સ્વતંત્રતા સંગ્રામ બાદની સૌથી ભીષણ રાજકીય હિંસા માનવામાં આવે છે, જેણે બાંગ્લાદેશના ટેક્સટાઇલ ઉદ્યોગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh