Advertisement
Author: નોબત સમાચાર

વલસાડના નંદાવલા ગામ પાસે મોટરમાંથી ઈંગ્લીશ દારૂ, બીયર સાથે એક શખ્સ પકડાયો

જામનગરના બીજા શખ્સનું નામ મળ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: વલસાડ નજીકના નંદાવલા ગામના સર્વિસ રોડ પરથી શનિવારે પોલીસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી પરથી એક મોટર દબોચી લીધી હતી. તેમાંથી વ્હીસ્કી, વોડકા તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા સાથે જામનગરના એક શખ્સની અટકાયત કરાઈ છે અને જામનગરના જ તેના સાગરિતનું નામ ખૂલ્યું છે.

સુરતથી મુંબઈ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા વલસાડના નંદાવલા ગામ પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી વલસાડની સ્થાનિક ગુન્હાશોધક શાખાને મળતા શનિવારે પોલીસ ટીમે તે રસ્તા પર નાકાબંધી કરી વોચ ગોઠવી દીધી હતી.

તે દરમિયાન નંદાવલા ગામના સર્વિસ રોડ પરથી જીજે-૧૫-સીએમ ૮૧૧૮ નંબરની હેરીયર મોટર પસાર થઈ હતી. તે મોટરને રોકાવી એલસીબી ટીમે તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની વ્હીસ્કી, વોડકા તથા બીયરની મળી કુલ ૨૬૪ બોટલ-ટીન મળી આવ્યા હતા. અંદાજે રૂ।.પોણા ત્રણ લાખના દારૂના જથ્થાને પોલીસે કબજે કરી લીધો હતો.

તે મોટરમાં જઈ રહેલા જામનગરના રવિ ભીખાભાઈ ગધેથરીયા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે પોતાના સાગરિત જામનગરના જ જયેશ વ્રજલાલ ભુવાનું નામ આપ્યું છે. રવિ ગધેથરીયા તથા જયેશ ભુવા સામે જામનગરમાં દારૂબંધી ભંગના કેટલાક ગુન્હા નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh