Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હોય, વાતાવરણમાં એકદમ ઉકળાટ હોય, તે જ સમયે આકાશમાં તેજલીસોટા જેવી વીજળી ચમકે અને વરસાદ તૂટી પડે - ત્યારે મોરલો કળા કરે અને ટહુકા પણ કરે.
આ બધુ જોઈને તે જ સમયે આપણા લોક ડાયરાના કલાકારો પોતાના ગળાના કટકા કરીને પણ આ ગીત જરૂર લલકારશે કે *મન મોર બની થનગાટ કરે, મારુ મન મોર બની થનગાટ કરે...*
પરંતુ ચોમાસુ આવે તે પહેલા જ જો માવઠું આવે ત્યારે માવઠાના છૂટક છૂટક વરસાદની સાથે મોરના ટહુકા કે દેડકાનું ડ્રાઉ ડ્રાઉ પછી સંભળાય, પરંતુ પહેલાં તો આપણને સોશિયલ મીડિયાના કાગડાઓનું ક્રાઉ ક્રાઉ જરૂર સંભળાય...!
સોશિયલ મીડિયાના કાગડાઓનું ક્રાઉ ક્રાઉ તમને ગમે કે ન ગમે પરંતુ તેમની ગુજરાતી ભાષા તો જરૂર સાંભળવા જેવી હોય છે. હમણાં જ વિશ્વ માતૃભાષા દિવસ ગયો ત્યારે બાળકોને આપણી માતૃભાષા, એટલે કે ગુજરાતીમાં જ શિક્ષણ આપવાની વાત કોઈએ ન માની. કારણ કે તેમાં તેમને બાળકના ભવિષ્યનો પ્રશ્ન દેખાયો.
પરંતુ સોશિયલ મીડિયા પર તો દરેકે પોતાની વાત ગુજરાતી ભાષામાં જ રાખી, એક એવી ગુજરાતી ભાષા કે જે ઇંગ્લીશ મીડીયમમાં ભણતા દરેક બાળકની માતા ઘરમાં અચૂક બોલતી હોય છે -- *ગુજ - ઇંગલિશ*. એક એવી ભાષા કે જેમાં ઈંગ્લિશ શબ્દો હંમેશા બહુમતીમાં હોય છે. હવે આપણા દેશમાં લોકશાહી છે -- વિશ્વની સૌથી મોટી લોકશાહી. અને લોકશાહી વ્યવસ્થામાં હંમેશા બહુમતીની વાત માન્ય રાખવામાં આવે છે. અને તેથી જ હવે ગુજ-ઇંગલિશને જ આપણી માતૃભાષા માનવામાં આવશે...
અચાનક આવી ચડેલા આ માવઠાએ આપણી ઘણી તૈયારીઓ ઉપર પાણી ફેરવી દીધું છે, સાથે સાથે ટ્રંપની મહેનત પર પણ. ટ્રમ્પે આપણને ગેસનો બાટલો મૂકીને દેશી ચૂલો વાપરતા શીખવ્યું, તો આ માવઠાએ ચૂલા માટેના જરૂરી લાકડા પલાળી દીધા...
આ બધી માથાકૂટથી બચવા માટે મેં ડબલ ભાવ આપીને ઈલેક્ટ્રીક પ્લેટ લીધી, તો માવઠાને કારણે લાઈટ ગુલ....!
આપણે જાણીએ છીએ કે *ઈશ્વરેચ્છા બલિયશી*. એટલે કે *ધાર્યું ધણીનું થાય.* માટે જ મહેનત કરવા છતાં પણ આપણું કાર્ય સિદ્ધ ન થાય તો અફસોસ ન કરવો. આ માટે વિજ્ઞાનનો એક અવળચંડો નિયમ *મર્ફીસ લો* જવાબદાર છે. આપણે બધાને એક વાતનો ઘણી વખત અનુભવ થયો હોય છે કે આપણે જ્યારે ટોલટેક્સ ચૂકવવા કે વાહનમાં પેટ્રોલ પુરાવવા લાઈનમાં ઊભા હોઈએ છીએ ત્યારે આપણી બાજુની લઈન જ ઝડપથી ચાલતી હોય છે..!!
આ વાતનો અનુભવ આજની દુનિયામાં શાંતિ માટેના નોબેલ પ્રાઈઝના સૌથી પ્રબળ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પણ થઈ ગયો છે. આજની તારીખે દુનિયામાં શાંતિ સ્થાપવા માટે અનેક લડાઈ લડે છે. તેમજ દુનિયામાં નિઃશસ્ત્રીકરણ થાય એટલા માટે જ તેઓ વધુને વધુ શસ્ત્રોનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે..
અને તેમના મનનો આટલો બધો થનગનાટ હોવા છતાં પણ નોબેલ પ્રાઈઝ તો તેના બદલે દક્ષિણ અમેરિકા ના કોઈ એક નાનકડા દેશના વિરોધ પક્ષના નેતાની જ મળે છે..!
વિદાય વેળાએ : આપણું ધાર્યું થાય તે હરિની કૃપા.
અને આપણું ધાર્યું ન થાય તે હરિની ઈચ્છા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial