Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની અનોખી ઉજવણીઃ
જામનગર તા. ૫: ટીમ વિઝન ગુજરાત ૨૦૩૦ દ્વારા જામનગરમાં આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. ૧૫૦મા જન્મદિવસે તમામ સમાજને એક સાથે રાખી એકતા અને અખંડીતા જેની ઓળખ છે તેવા સરદાર સાહેબની જન્મજંયતી ૧૫૦ કિલોની કેક કટ કરી મનાવામાં આવી હતી. ટીમ વિઝન ગુજરાતનાં રાજેશ ગાંધીનાં જણાવ્યા પ્રમાણે સરદાર સાહેબ માટેનો વિઝન ગુજરાતનો આ અચાનક જાગેલો પ્રેમ નથી. વિઝન ગુજરાત ૨૦૩૦ દ્વારા સરદાર સાહેબનો ૧૨૫મો અને ૧૪૦મો જન્મદિવસ પણ ૧૨૫ અને ૧૪૦ કિલોની કેક સાથે પૂર્વે પણ ઉજવવામાં આવ્યો હતો.
અખંડ ભારતના નિર્માતા અને વિરાટ પુરૂષને સ્મરણાંજલિ આપવા સમયે આધુનિક ભારતનાં નિર્માતા અને વિકાસ પુરૂષ નરેન્દ્રભાઇ મોદીને ભૂલી શકાય જ નહીં. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં બેટી પઢાવ વાઇબ્રન્ટ અને સ્વદેશીનાં સ્વપ્નને સાકાર કરવા આકાર તો આપવો જ રહૃાો. ટીમ વિઝન ગુજરાત ૨૦૩૦ આ મિશનોને હાલાર એટલે જામનગર અને દ્વારકા માટે સાકાર કરવા પ્રયત્નશીલ છે.
દરેક ગુજરાતી અને ગુજરતામાં એક પ્રશ્ન બધે જ પુછાય છે કે આપણા દિકરા -દિકરીઓ આઈએએસ-આઈપીએસ-આઈઆરએસ કેમ નથી બની શકતા? ફક્ત સવાલ પુછવાથી નહીં ચાલે અને માટે જ વિઝન ગુજરાત ૨૦૩૦ અને અફસર બિટિયા પ્રા. લિ, દ્વારા 'અબ બનેગી હર બિટિયા અફસર બિટિયા' અફસર બિટિયા ૧૫૦ સ્માર્ટ સ્કૂલ સોલ્યુશનનો પ્રારંભ કરાયો. દિવસનાં ફક્ત પાંચ રૂપિયામાં આઈએએસ-આઈપીએસ-આઈઆરએસ ફાઉન્ડેશન કોર્ષ અને તે પણ દિલ્હીનાં પ્રસિદ્ધ આઈએએસ-આઈપીએસ ફેક્લટીસ દ્વારા ભણાવાશે. ભારતભરમાં પ્રસિદ્ધ આઈએએસ-આઈપીએસ ફેકલ્ટી ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિતિ હતા અને સ્કૂલ મેનેજમેન્ટ સહિત વિદ્યાર્થી સાથે માર્ગદર્શક ચર્ચા કરી. ધર્મેન્દ્ર કુમાર દ્વારા ખુબ સરસ વાત કહેવામાં આવી કે આઈએએસ-આઈપીએસ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રકચરની નહીં પરંતુ સારા એજ્યુકેશનની જરૂર હોય. વિદ્યાર્થીકાળમાં આઈએએસ-આઈપીએસ-આઈઆરએસનું વાવેતર એજ ગુજરાતનાં પ્રશ્નનો જવાબ હોય શકે.
વાઇબ્રન્ટ જામનગર અને દ્વારકા - ૨૦૨૬ તેમજ પીચ ડેસ્ક ૩.૦ સ્વદેશી સિઝન વિશે વાત કરતા ટીમ વિઝન ગુજરાત ૨૦૩૦ દ્વારા જણાવામાં આવ્યું કે જામનગર અને દ્વારકા પાસે અપાર દરિયાઈ અને જમીની સંપત્તિ છે. આદ્યાત્મિક કૃષ્ણભૂમિમાં ટુરિઝમ હોય, વિન્ડ-સોલાર એનર્જી ફાર્મ હોય, વિશ્વકક્ષાની ગ્રાસરૂટ ફેકટરીસ હોય, શિપિંગ ઇન્ડસ્ટ્રીઝસ હોય વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર હાલાર પર ઓળઘોળ છે. માનનિય વડાપ્રધાનની દિર્ધદૃષ્ટી અને કૃષ્મભૂમીને સ્વર્ગ સમી બનાવવાની ઇચ્છા માત્ર જ પુરતી છે, હાલારનાં વિકાસનું ભવિષ્ય ભાંખવા. ટીમ વિઝન ગુજરાત - ૨૦૩૦ આ તકને જમીન પર ઉતારવા માટે આગામી જાન્યુઆરી ૨૦૨૬ માં વાઈબ્રન્ટ જામનગર એન્ડ દ્વારકા બિઝનેસ એન્ડ કલ્ચર સમીટ- ૨૦૨૬ નું આયોજન કરી રહી છે. જે મુદ્દે વિસ્તૃત રૂપરેખા આપવામાં આવી હતી.
સ્ટાર્ટઅપ દ્વારા બહાર આવેલી ભારતની યુવા પેઢીની ટેલેન્ટ વિશ્વએ જોઇ અને જામનગરમાં પણ પીચ ડેસ્ક ૧.૦ અને ૨.૦ ને અદ્દભુત અને અસાધારણ સફળતા મળેલી છે. મિશન સ્વદેશી ને પ્રોત્સાહીત કરવા માટે પીચ ડેસ્ક - ૩.૦ - 'સ્વદેશી' સિઝન* ની ધોષણા પણ અહીંથી કરવામાં આવી. યુવા શક્તિને સ્વદેશી સિઝન માટે બેસ્ટ આઇડિયાસનાં ઇમ્પલિમેન્ટેશન માટેનાં આ પ્લેટફોર્મને લોન્ચ કરતા ટીમ વિઝન ગુજરાત - ૨૦૩૦ દ્વારા ફાનાશિયલ સપોર્ટની પણ જાહેરાત કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial