Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    જુની પેઢીની મહેનત થકી જામનગર વિશ્વ ફલક પર ઝળક્યું
જામનગર તા. ૧રઃ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર શહેરના નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની આઈપીએસને સન્માનવાનો એક કાર્યક્રમ ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો તથા સંસ્થાના સંલગ્ન સર્વે એસોસિએશનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ રમણીક પી. અકબરીએ બેઠકમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન ડો. રવિ મોહન સૈની તથા કારોબારી સમિતિના સભ્યો, પૂર્વ પ્રમુખો, ચેમ્બર સંલગ્ન એસો.ના પ્રતિનિધઓ નું શબ્દોથી સ્વાગત કર્યું હતું.
તેમણે જણાવેલ કે ચેમ્બરની પ્રાણાલિકા મુજબ જામનગર શહેર જિલ્લામાં નવનિયુક્ત થતા અધિકારીઓને ચેમ્બરમાં આવકારી તેમની સાથે શહેરના વિવિધ પ્રશ્નોની ચર્ચા-વિચારણા તથા રજૂઆત કરવામાં આવે છે.
ડો. રવિ મોહને નાની વયે કૌન બનેગા કરોડપતિ શો માં અમિતાભ બચ્ચન સામે બેસીને સચોટ જવાબ આપેલ હતાં તેમજ ડો. રવિ મોહન સૈની એમબીબીએસની ડીગ્રી મેળવ્યા પછી યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ આઈપીએસમાં જોડાયા હતાં. મેડિકલ લાઈન છોડી આઈપીએસ બનનાર બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેમાંના એક એવા ડો. રવિ મોહન સૈની છે. તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, આ વર્ષે નવરાત્રિ તથા દીપાવલીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ અધિક્ષક તથા તેમની સમગ્ર ટીમે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી. આપણા જામનગરને એક નીડર અને કાર્યદક્ષ પોલીસ અધિક્ષક મળેલ છે. આશા છે કે ડો. રવિ મોહન સૈનીના કાર્યકાળ દરમિયાન શહેરના કાયદો-વયવસ્થા, ટ્રાફિક અને લોકોની સુરક્ષા જળવાઈ રહેશે, તેમજ ચેમ્બરનો પણ હંમેશાં સાથ અને સહકાર મળતો રહેશે.
સંસ્થાના માનદ્ ખજાનચી તુષારભાઈ વી. રામાણીએ ચેમ્બરનો પરિચય તેમજ સંસ્થાના માનદ્ ઓડિટર મિતેષભાઈ એ. લાલે આજના મુખ્ય મહેમાન પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનો પરિચય આપ્યો હતો.
આ દરમિયાન પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનું પુષ્પગુચ્છથી ચેમબરના પ્રમુખ રમણિકભાઈ પી. અકબરી, ઉપપ્રમુખ અજેશ વી. પટેલ, માનદ મંત્રી કૃણાલ વી. શેઠ, માનદ્ ખજાનચી તુષાર વી. રામાણી, માનદ્ ઓડિટર મિતેષ એ. લાલ, એડિટર કેયુર સી. ખટ્ટર, તત્કાલિન પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજા, પૂર્વ પ્રમુખો તુલસીભાઈ વી. ગેજરા, કિરીટભાઈ પી. મહેતા, જીતેન્દ્ર એચ. લાલ તેમજ ઉપસ્થિત સંલગ્ન એસો. વતી ધી જમનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના માનદ્ મંત્રી મેહુલભાઈ જોબનપુત્રા, ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસો.ના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિમિટેડના ચેરમેન ધીરજલાલ કારિયા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પીઆરો ઓમપ્રકાશ દૂદાણી, ધી કોમર્શિયલ ટેક્સ પ્રક્ટિશનર્સ એસો.ના પ્રમુખ નિરવભાઈ વડોદરિયા, જામનગર મોટર મર્ચન્ટ એસો.ના પ્રમુખ મહેશભઈ રાણીપા, જામનગર ગુડ્સ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ મહાદેવસિંહ રાણા, ધી જામનગર ટેક્સ બાર એસો.ના પ્રમુખ પ્રેમ ઠક્કર તથા જામનગર બારદાનવાલા એસો.ના ઉપપ્રમુખ નવીનભાઈ દામા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ તકે નવનિયુક્ત અધિક્ષક ડો. રવિ સૈનીએ તેમનો પ્રતિભાવ આપતા જણાવેલ કે, જામનગર વિશ્વના નક્શામાં એક અનોખું સ્થાન ધરાવે છે. જુની પેઢીની મહેનતથી આજે જામનગરનું નામ વિશ્વ ફલક પર છે. આ તકે પોલીસ વિભાગ કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક તેમજ શહેરની સુરક્ષા બાબતે લોકોની સાથે જ છે. આ ઉપરાંત પણ કોઈ પ્રશ્નો હોય તો રૂબરૂ સંપર્ક કરવા અને રજૂઆત કરવા જણાવેલ હતું. અંતમાં ચેમ્બરના આ સન્માન કાર્યક્રમ થકી કારોબારી સમિતિ તથા વિવિધ એસો.ના પ્રતિનિધિઓને મળવાની તક મળેલ તે બદલ તેમજ તેમના સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરેલ હતી.
આ તકે ચેમ્બર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા ચેમ્બર બુલેટિનની નવી આવૃત્તિનું પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના હસ્તે ચેમ્બરના માનદ્ સંપાદક દ્વારા અનાવરણ કરાવવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે ચેમ્બર પ્રમુખ રમણિક પી. અકબરીએ પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીને સ્મૃતિ સ્વરૂપે મોમેન્ટો અર્પણ કરેલ હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial