Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ
પટણા તા. ૩૦: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલી અટકળો પરથી આંશિક રીતે પડદો ઊંચકાયો છે. નીતિશ કુમારે બિહાર વિધાન પરિષદના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
જેડીયુના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમારનું રાજીનામું પત્ર લઈને એમએલસી સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા છે, જો કે સભાપતિની ગેરહાજરીને કારણે હજુ સુધી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ આ ઘટનાક્રમે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
નીતિશ કુમારે એમએલસી પદ છોડ્યું છે, પરંતુ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ક્યાં સુધી રહેશે તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે. હાલમાં જ નીતિશ કુમાર રાજ્યસભા માટે નિર્વાચિત થયા છે. નિયમ મુજબ રાજ્યસભાના સભ્ય બન્યા પછી તેમણે વિધાન પરિષદનું સભ્યપદ છોડવું પડે છે. ટેકનિકલ રીતે જોવામાં આવે તો એમએલસી પદ પરથી રાજીનામું આપ્યા પછી પણ નીતિશ કુમાર આગામી ૬ મહિના સુધી મુખ્યમંત્રી પદ પર રહી શકે છે, પરંતુ સવાલ એ છે કે શું તેઓ રાજ્યસભામાં જશે અને ત્યાં તેઓને મંત્રીપદ મળશે કે પછી હાલતુરત બિહારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે?
રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા છે કે નીતિશ કુમાર આગામી દિવસોમાં મુખ્યમંત્રી પદેથી પણ રાજીનામું આપી શકે છે. વિજય કુમાર ચૌધરીએ મીડિયા સમક્ષ રાજીનામું બતાવ્યું હતું, જેનાથી સ્પષ્ટ થાય છે કે નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય થવાની તૈયારી કરી રહ્યા છે. જો તેઓ મુખ્યમંત્રી પદ છોડે છે, તો બિહારની કમાન કોણ સંભાળશે તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial