Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવારની રાત્રે આ શખ્સોએ કરેલી વિકૃત મજાકનો પ્રથમ વિડીયો 'નોબત ડિજિટલે' મુકયો હતોઃ
જામનગર તા. ૬: જામનગરમાં મંગળવારની રાત્રે કેટલાક શખ્સો જાહેર માર્ગો પર પૂરઝડપે વાહન ચલાવવા ઉપરાંત કારણ વગર ચીચીયારીઓ પાડી પોતાની હાજરીની નોંધ લેવડાવતા અને શહેરીજનોને ભયમાં મુકતા હોય તેવો વીડિયો 'નોબત ડિજિટલ' દ્વારા પ્રસિદ્ધ કરાયો હતો ત્યાર પછી સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો અંગે પોલીસે શરૂ કરેલી તપાસમાં ગઈકાલે ૨૪ શખ્સ અને પાંચ ટાબરીયા પોલીસમાં હાજર થયા હતા. પોલીસે એકટિવા, એકસેસ,બુલેટ સહિતના વાહન અને એક રિક્ષા ડિટેઈન કરી કાયદાનો પાઠ શીખડાવ્યો હતો. આ શખ્સોએ હવે આવું નહીં કરીએ તેવી કબુલાત આપી હતી.
જામનગરમાં મંગળવારની રાત્રે બેડી નાકા વિસ્તારથી માંડી પંચેશ્વર ટાવર, ગોવાળ મસ્જીદ, સત્યનારાયણ મંદિર રોડ થઈ હવાઈચોક સુધી રાત્રિના દોઢ-બે વાગ્યે માનવ ચિચિયારીઓ સાંભળવા મળી હતી. રાત્રિની ઉંઘ માણી રહેલા નગરજનો આ ચીસો સાંભળી ચોંકી ઉઠ્યા હતા અને રોડ પર રોડ પર નજર કરવામાં આવતા કેટલાક મોટરસાઈકલ, સ્કૂટર, રિક્ષા તેમજ સાયકલ ચલાવીને જતા કેટલાક શખ્સો અમાનવીય રીતે ચીચીયારીઓ પાડતા નજરે ચઢયા હતા. આ બનાવ અંગે કોઈએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યા પછી સોશ્યલ મીડિયા પર મુકતા તે વીડિયો વાયરલ થઈ ગયો હતો.
આ શખ્સો ચાલુ વાહને શા માટે બૂમો પાડતા હતા તે કારણ અકબંધ રહ્યું હતું. ઉપરોક્ત વીડિયો પોલીસ સુધી પહોંચતા સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પોલીસે તેની તપાસ શરૂ કરી હતી અને શહેરભરમાં મુકવામાં આવેલા પોલીસના સીસીટીવી કેમેરા ચકાસવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદ લીધી હતી.
બેફામ ડ્રાઈવિંગ કરી સ્પીડ બ્રેકર પણ ઠેકાડતા જતા આ વાહનચાલકોની ભાળ મેળવવા પોલીસ કટીબદ્ધ બન્યા પછી કેટલાક સીસીટીવી કેમેરામાં વાહનોના નંબર મળતા ફૂટેજ પરથી તમામ વાહનના નંબર મેળવી લેવાયા હતા અને ગણતરીની કલાકોમાં ૧૩ શખ્સ અને ત્રણ ટાબરીયા વાહન ચલાવતા હોવાનું અને ૧૩ શખ્સ તથા બે ટાબરીયા આ વાહનોની પાછળ બેઠાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ૨૪ શખ્સ તથા પાંચ ટાબરીયાની ઓળખ પ્રાપ્ત કરી તમામને પોલીસમથકે વાહન સાથે આવી જવા સૂચના આપી હતી.
તેના પગલે ગઈરાત્રે એક ઓટો રિક્ષા, બે મોટરસાયકલ, એક એકટિવા તથા એકસેસ સ્કૂટર અને એક બુલેટ મોટરસાયકલ પોલીસ મથકે આવી ગયા હતા. તમામ તેર વાહન પોલીસે ડિટેન કર્યા છે અને બેફામ ગતિએ વાહન ચલાવનાર રીયાઝ અનવર ગંઢા, મોઈન રફીક શમા, નાસીર અયુબ કકલ, જાકીર હુસેન ગજીયા, આફતાબ અમીન સુમરા, રીયાઝ ફીરોઝ શમા, શહેઝાદ તલહાર સુધાધુનીયા, જાકીરહુસેન રજાક સંઘાર, નવાઝ હનીફ જામ, સમીર અલી સંઘાર નામના વાહનચાલકો તેમજ કાયદાથી સંઘર્ષીત ત્રણ કિશોર ઉપરાંત બાઈકની પાછળ બેસેલા શાહનવાઝ ઈસ્માઈલ ચમડીયા, મીરા સીફાન ઈરફાન, શબ્બીરહુશેન સના, નવાઝ હુશેન ચૌહાણ, મોઈન ગની ચમડીયા, શબ્બીર હારૂન જખરા, સમીર અબ્દુલ કકલ, અલ્ફાઝ અલતાફ ખફી ને પોલીસે હવે આવું નહી ં કરવા સમજ આપી હતી. ઉપરોક્ત તમામ શખ્સોએ પોલીસ સમક્ષ આવું કૃત્ય નહીં કરવા કબુલાત આપી છે.
ઉલ્લેખનિય છે કે મંગળવારે રાત્રે જ્યારે બેડી નાકાથી હવાઈચોક સુધીના રોડ પર ઉપરોક્ત છેલબટાઉ શખ્સોએ જે રીતે પૂરજડપે વાહન ચલાવવા ઉપરાંત બૂમો પાડી શહેરીજનોને ભયમાં મૂક્યા હતા તેનો વીડિયો 'નોબત ડિજિટલ'માં મુકાયો હતો અને તે પછી ઉપરોક્ત વીડિયો તમામ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અને પોલીસ હરકતમાં આવી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial