Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં મકાનમાંથી મળી દારૂની ૬પ બોટલઃ
જામનગર તા. ૧૧: જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર ગઈરાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે ગોઠવેલી વોચમાં એક મોટરમાંથી ઈંગ્લીશ દારૂના ૧૮૨૪ ચપલા ઝડપાયા છે. આ મોટરનો પીછો કરી ધુંવાવની ગોળાઈ સુધી ધસી ગયેલી પોલીસે રૂ।.૯,૬૭,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સની ધરપકડ કરી છે. જ્યારે ધ્રોલમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬પ બોટલ મળી આવી છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ગઈરાત્રે તે રોડ પર વોચ ગોઠવી હતી.
તે દરમિયાન યાર્ડ નજીક નવા બનાવવામાં આવેલા રસ્તા પરથી જીજે-૩-જેસી ૫૬૧૫ નંબરની મોટર દોડી જતી જોવા મળી હતી. તે મોટરને પોલીસે ધુંવાવની ગોળાઈ પાસે ફિલ્મી ઢબે રોકાવી તેની તલાશી લેતાં ભારતીય બનાવટના ૧૮૨૪ ચપલા મળી આવ્યા હતા.
અંદાજે રૂ।.૪,૬૭,૦૪૦ ની કિંમતના ચપલા તથા રૂ।.પ લાખની મોટર અને એક મોબાઈલ સાથે પોલીસે રણજીતસાગર રોડ પર વસવાટ કરતા દીપક જમનાદાસ જેઠવાણી ઉર્ફે અટાપટુ તેમજ દિગ્વીજય પ્લોટ-પ૪માં વિશ્રામ વાડી ચોકમાં રહેતા જીજ્ઞેશ વિનોદભાઈ ખીચડા નામના બે શખ્સની ધરપકડ કરી છે. આરોપીઓને રિમાન્ડ પર લેવા તજવીજ કરાઈ રહી છે.
ધ્રોલ શહેરમાં ઈમામખાના પાસે આવેલા એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈકાલે સાંજે ત્યાં આવેલા ઈમરાન સીરાજ રફાઈ ઉર્ફે જોન્ટી નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૬પ બોટલ સાંપડી છે. દરોડા પહેલાં નાસી ગયેલા ઈમરાનના સગડ દબાવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial