Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ શખ્સ સરપંચ તરીકે આપી રહ્યો છે સેવાઃ
જામનગર તા. ૧૨: લાલપુરના પીપળી ગામના સરપંચ સામે તાજેતરમાં નોંધાયેલા એક ગુન્હામાં કલમનો ઉમેરો કરવા તથા આ શખ્સ સામે કેટલાક ગુન્હાઓ નોંધાયા હોય તેની સામે હદપારી અને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માગણી કરતું આવેદન જિલ્લા દલિત સમાજ દ્વારા એસપી, કલેક્ટરને પાઠવાયું છે.
લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા અને સરપંચ તરીકે સેવા આપતા જગદીશ પાલાભાઈ ઝાપડા ઉર્ફે જગા નામના શખ્સ સામે જામનગરના જિલ્લા દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર, એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
આ શખ્સ નશાની હાલતમાં હુમલા કરતો હોવાની અને સસોઈ ડેમમાંથી ખનીજની ચોરી કરતો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ શખ્સ સામે નોંધાયેલી જુદી જુદી ત્રણ એફઆરઆઈનો ઉલ્લેખ કરી આ શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા અને ગયા શનિવારે નોંધાયેલા ગુન્હામાં બીએનએસની કલમ ૧૧૮ (ર)નો ઉમેરો કરવા માગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial