Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં એઆઈ આધારિત ટ્રેક બનાવાયો

વાહન ડ્રાઈવીંગના લાયસન્સ માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની આર.ટી.ઓ. કચેરીમાં લાયસન્સ માટે લેવા માટેની ટેસ્ટ ડ્રાઈવનો ટ્રેક એઆઈ આધારિત બનાવવામાં આવી રહ્યો છે, અને ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે.

જામનગરની આરટીઓ કચેરીમાં એઆઈ આધારિત ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વાહન ડ્રાઈવીંગ માટે લેવાતી ટેસ્ટ વધુ પારદર્શક બને તે માટે એઆઈ આધારિત ટેસ્ટ લેવામાં આવનાર છે.

આ સિસ્ટમ અન્વયે ૩૬૦ ડીગ્રી એઆઈ બેઈઝ્ડ કેમેરા રોડ માર્કીંગ, વાહનની ઝડપ, દિશાને ડીટેક્ટ કરશે, અને આપમેળે પરિણામ જનરેટ કરશે. આમ વાહન ડ્રાઈવીંગ લાયસન્સમાં માનવ હસ્તક્ષેપ ઘટશે. આથી પારદર્શિતા વધુ સુદૃઢ બનશે. આ નવા ટ્રેકમાં રિવર્સ પાર્કિંગ, અંગ્રેજીમાં આઠ, ઢાળ ચઢાણ, ટ્રાફિક સિગ્નલનો પણ સમાવેશ કરાયો છે. આથી અરજદારને વાસ્તવિક ટ્રાફિક જેવી સ્થિતિમાં પરીક્ષા આપવાની તક મળશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh