Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યસન છોડવા ઈચ્છુકોને વિનામૂલ્યે તબીબી સહાયઃ
જામનગર તા. ૧૦: જામનગરની સુપ્રસિદ્ધ ગુરૂ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ દ્વારા જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વ્યસનમુક્ત સમાજની દિશામાં એક કદમ આગળ વધતા હોસ્પિટલમાં 'તમાકુ મુક્તિ કેન્દ્ર' દરરોજ કાર્યરત કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ, બીડી, સિગારેટ કે માવા જેવા જીવલેણ વ્યસનોથી પીડાતા લોકોને વ્યસન છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમણે જરૂરી તબીબી સહાય પૂરી પાડવાનો છે.
આ કેન્દ્રમાં તમાકુ છોડવા ઈચ્છતા નાગરિકોને નિષ્ણાતો દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે, જે વ્યક્તિઓ વ્યસન છોડવા માગે છે, પરંતુ મક્કમતા નથી કેળવી શકતા તેમને અહીં માનસિક અને તબીબી રીતે મજબૂત બનાવવામાં આવે છે. આ સેવા જામનગરની ૭૦૦ બેડની નવી બિલ્ડીંગમાં પ્રથમ માળે આવેલા માનસિક રોગ વિભાગની ઓપીડીમાં કાર્ય સમય દરમિયાન ઉપલબ્ધ રહેશે.
આરોગ્ય તંત્ર દ્વારા જામનગર જિલ્લાની જાહેર જનતાને આ સેવાનો મહત્તમ લાભ લેવા અને પોતાના પરિવારને વ્યસનમુક્ત બનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. વ્યસન છોડવા માટેની આ એક ઉત્તમ તક હોઈ, જરૂરિયાતમંદ નાગરિકોએ હોસ્પિટલના માનસિક રોગ વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial