Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્મદિન શુભેચ્છા સાથેની નગ્ન તસ્વીર પર સહીના અહેવાલથી ખફા
વોશિંગ્ટન તા.૧૯: વોલ સ્ટ્રીટ જર્નલ પર ટ્રમ્પે ૧૦ અબજ ડોલરનો દાવો દાખલ કર્યો છે. વોલ સ્ટ્રીટના એપ્સટિન પર ટ્રમ્પ ગુસ્સે થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોલ સ્ટ્રીટ જર્નલ (ડબલ્યુએસજે) સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમણે ૧૦ અબજ ડોલર (આશરે રૂ.૮૬,૧૮૮ કરોડ ભારતીય ચલણ) ના નુકસાનની માંગણી કરી છે. ટ્રમ્પે ડબલ્યુએસજે પર અબજોપતિ અને સેક્સ ટ્રાફિકિગના દોષી જેફરી એપ્સ્ટેઇન સાથે તેમને જોડતી ખોટી અને બદનક્ષીભરી સ્ટોરી પ્રકાશિત કરવાનો આરોપ મૂક્યો છે.
હકીકતમાં, અખબારે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે ટ્રમ્પે ૨૦૦૩માં એપ્સ્ટેઇનને તેમના ૫૦મા જન્મદિવસ પર એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં ટ્રમ્પનું નામ જ નહોતું, પરંતુ તેની સાથે એક નગ્ન મહિલાનો ફોટો પણ જોડાયેલો હતો. જેના પર ટ્રમ્પે સહી કરી હોવાનો રિપોર્ટ પ્રકાશિત થયો હતો.
ટ્રમ્પે આ સમાચારને ખોટા અને બદનક્ષીભર્યા ગણાવ્યા છે, અને કહૃાું છે કે જો ડબલ્યુએસજે તેને પાછું નહીં ખેંચે તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે. તેણે તેના માલિક રુપર્ટ મર્ડોક અને તેમની કંપની ન્યૂઝ કોર્પ સામે કેસ દાખલ કરવાની ધમકી આપી હતી.
ટ્રમ્પે કહૃાું કે જો કોઈ સત્ય હોત તો તે વહેલા બહાર આવ્યું હોત, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે તેમણે પોતે રુપર્ટ મર્ડોકને કહૃાું હતું કે વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત થયેલા સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને તેને પ્રકાશિત ન કરવા જોઈએ.
ટ્રમ્પે ફલોરિડાના સધર્ન ડિસ્ટ્રિક્ટની ફેડરલ કોર્ટમાં ડાઉ જોન્સ, ન્યૂઝ કોર્પ, રુપર્ટ મર્ડોક અને વોલ સ્ટ્રીટ જર્નલના બે પત્રકારો સામે માનહાનિનો દાવો દાખલ કર્યો, જેમાં પ્રતિવાદીઓ પર માનહાનિનો આરોપ મૂકવામાં આવ્યો. તેમણે કહૃાું કે અખબારનું રિપોર્ટિગ ખરાબ ઇરાદાથી કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને મોટું નાણાકીય નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial