Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    વડાપ્રધાનના હસ્તે જામનગરમાં
જામનગર તા. ૩: જામનગરમાં હાલાર હાઉસ-સુભાષ બ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી નિર્માણ થયેલા ફ્લાય ઓવરનું કામ લગભગ પૂર્ણતાના આરે છે. આ ફ્લાય ઓવરને અવરજવર માટે ક્યારે ખુલ્લો મૂકાશે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. અગાઉ 'લાભપાંચમ'ના દિને લોકાર્પણ થશે તેવી વાતો થઈ હતી, પણ... દેવદિવાળી પછી પણ હજી ફ્લાય ઓવરનું કામ બાકી છે. ફ્લાય ઓવરના પીલરોની નીચેના અનેક ગાળાઓમાં હજી પેવર બ્લોક નાંખવાના બાકી છે. અંબર ચોકડી, ગુરુદ્વારા ચોકડીના ભાગ પાસેના સંલગ્ન માર્ગોના પેચ વર્કના કામ બાકી છે. હાલાર હાઉસ-નાગનાથ ચોકડી પાસે પણ હજી કામ ચાલુ છે... અર્થાત્... હજી આ ફ્લાય ઓવર તથા તેને સંલગ્ન સર્વિસ રોડના કામને પૂર્ણ કરવામાં સમય લાગશે તે નક્કી છે.
પણ... આ દરમિયાન આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ મેગા પ્રોજેક્ટ સમાન ફ્લાય ઓવરનું લોકાર્પણ કરવા માટે તૈયારી ચાલી રહી છે.
આ ઉપરાંત વડાપ્રધાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પણ મુલાકાત-રોકાણ કરી ત્યાં પણ કંપનીના કોઈ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો આરંભ કરાવે તેવી શક્યતા છે.
એની વે... જેની આપણે સૌ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ તે ફ્લાય ઓવર અંતે ડિસેમ્બર મહિનામાં ખુલ્લો મૂકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial