Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪-૭-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
વિશ્વમાં અસ્થિરતા તેમજ જીઓપોલિટીકલ ટેન્શનને પરિણામે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૃઆત ઘટાડા સાથે થઇ હતી. વિશ્વને ફરી ટેરિફ આતંકથી પરેશાન કરી મૂકનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત અનેક દેશોને અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલીને બ્રિક્સ દેશો પર વધુ ટેરિફની ચીમકી આપ્યા બાદ હવે બ્રાઝિલ પર ૫૦% ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને ભારત સાથે ટ્રેડ ડિલ મામલે મડાગાંઠ હાલ નહીં ઉકેલાતાં ભારતીય પ્રતિનિધિ મંડળ ફરી અમેરિકા મુલાકાતે જવાના અહેવાલ અને બ્રાઝિલની જેમ ભારત પર પણ ટ્રમ્પ આકરાં ટેરિફ લાદશે એવા નિર્દેશોએ આજે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
ભારતીય શેરબજારમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારની નબળી સ્થિતિ, અમેરિકા અને યુરોપના બજારમાં આવેલ મંદી અને વધતી વ્યાજદરની અશંકાઓ ઉપરાંત, દેશના મોંઘાવારીના આંકડાઓ અને રૃપિયાની ઘટતી કિંમતની પણ બજાર પર નકારાત્મક જોવા મળી રહી છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૪૫%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૩% અને નેસ્ડેક ૦.૨૨% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૬૩ અને વધનારની સંખ્યા ૧૨૯૩ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૃા.૯૭૯૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૯૮૧૫૭ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૯૭૮૫૭ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૮૨ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૯૮૧૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સપ્ટેમ્બર સિલ્વર રૃા.૧,૧૩,૫૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને રૃા.૧,૧૪,૭૬૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૃા.૧,૧૩,૫૦૫ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૦૫ પોઈન્ટના ઉછાળા સાથે રૃા.૧,૧૪,૫૦૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સેક્ટર મુવમેન્ટ... ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર, યુટિલિટી, રિયલ્ટી અને હેલ્થકેર સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં સન ફાર્મા, સ્ટેટ બેન્ક, ઝોમાટો લિ., એનટીપીસી લિ., પાવર ગ્રીડ કોર્પ., આઈટીસી લિ. અને ટાઈટન લિ. સ્ટીલ જેવા શેરો ૦.૫% થી ૦.૦૩% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસીસ લિ., બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક., ટીસીએસ લિ., એશિયન પેઈન્ટ્સ અને ટાટા મોટર્સ જેવા શેરો ૨.૦% થી ૦.૫૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૨૪) ઃ પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા.૧૩૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા.૧૪૩૭ થી રૃા.૧૪૪૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૃા.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરી (૧૨૪૭) ઃ ફાર્મા સેક્ટરના આ સ્ટોક રૃા.૧૨૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૃા.૧૨૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૃા.૧૨૬૪ થી રૃા.૧૨૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૬૭) ઃ રૃા.૯૪૪ નો પ્રથમ તેમજ રૃા.૯૩૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા.૯૮૩ થી રૃા.૯૯૦ આસપાસ તેજી તરફી રૃખ નોંધાવે તેવી શક્યતા છે...!!
સ્ટેટ બેન્ક (૮૦૮) ઃ પબ્લિક બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૃા.૮૨૨ થી રૃા.૮૩૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૃા.૭૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, કોપરની આયાત પર ૫૦% ડયૂટી લાગુ કરવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતની ભારત પર કોઈ મોટી અસર નહીં પડવાનો મત વ્યકત કરવામાં આઆવી રહ્યો છે. અમેરિકા ખાતે ભારતની કોપરની નિકાસ બહુ ઓછી માત્રામાં થતી હોય છે. અમેરિકા ખાતે ભારતની કોપરની નિકાસ આંક ઘણો જ સામાન્ય રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં ૧૩૦૦૩ ટન અને ૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં ૩૫૫૪ ટનની અમેરિકા ખાતે નિકાસ થઈ હતી. કોપરનો ઉપયોગ મોટેભાગે વાયર, વીજ મોટર્સ, કેબલ્સ, વાસણ તથા પાવર ટ્રાન્સફોર્મર્સ બનાવવામાં થાય છે.
સ્થાનિક સ્થળે વીજ વાહનો તથા રિન્યુએબલ ઊર્જા પર સરકાર ખાસ ભાર આપી રહી હોવાને કારણે પણ કોપરની માંગ છેલ્લા કેટલાક વખતથી મજબૂત જોવા મળી રહી છે. નાણાં વર્ષ ૨૦૨૫માં ભારતે ૧૧ અબજ ડોલરના તાંબાની આયાત કરવી પડી હતી. અમેરિકા દ્વારા કોપર પર ૫૦% ડયૂટી લાગુ કરાતા અમેરિકાના સ્થાનિક વપરાશકારો માટે સ્થિતિ કઠીન બની રહેશે કારણ કે અમેરિકાની તેની આવશ્યકતાના ૫૦% તાંબુ આયાત કરે છે. અમેરિકાના વપરાશકારો મુખ્યત્વે ચીન, પેરૃ તથા કેનેડા ખાતેથી તાંબાની આયાત કરે છે. ભારતના કોપર પ્રોડકટસની નિકાસમાં અમેરિકા ત્રીજુ મોટું મથક છે જ્યારે પ્રથમ બેમાં સાઉદી અરેબિયા તથા ચીનનો ક્રમ રહે છે.