Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોઝી બંદર, લાખોટા તળાવ, પોલીસ હેડકવાર્ટર, નવલખા મંદિર, વાડીનાર-કોસ્ટગાર્ડ, ખામટા, રાજકોટ સહિતના સ્થળોએ
૮-ગુજરાત નેવલ એનસીસી યુનિટ જામનગર દ્વારા ૨૧ જૂન ૨૦૨૫ ના ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ગુજરાતના અનેક પ્રસિદ્ધ અને વિશિષ્ટ જગ્યાઓએ આશરે ૭૦૦ જેટલા નેવલ એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો. જેમાં રોઝી બંદર, લાખોટા તળાવ, પોલીસ મુખ્યાલય જામનગર, નવલખા મંદિર (દેવભૂમિ દ્વારકા), ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન, વાડીનાર તથા રાજકોટ અને ખામટાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ યોગસત્રો જામનગર નાગરિક વહીવટીતંત્ર, જિલ્લા સત્તાવાળાઓ અને ગુજરાત પોર્ટ ટ્રસ્ટ સાથે સંકલનમાં યોજવામાં આવ્યા હતા. કેડેટ્સે શારીરિક તંદુરસ્તી, માનસિક સ્પષ્ટતા અને આધ્યાત્મિક સુખાકારી માટે યોગના ફાયદાઓને ઉજાગર કરી અનુકરણીય શિસ્ત અને ઉર્જાનું પ્રદર્શન કર્યું. દરેક સ્થળે, કેડેટ્સે એનસીસીના મુખ્ય મૂલ્યો- એકતા, શિસ્ત અને રાષ્ટ્ર નિર્માણ-પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી, જ્યારે સર્વાંગી સ્વાસ્થ્યના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવી. આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહૃાો અને યુવા ભાગીદારી અને રાષ્ટ્રીય ભાવનાનું એક તેજસ્વી ઉદાહરણ બન્યો. આ સામૂહિક પ્રયાસ દ્વારા, એનસીસી ફરી એકવાર યુવા પેઢીમાં સુખાકારી અને સ્વસ્થ જીવનના સંદેશને પ્રોત્સાહન આપવામાં અગ્રણી શક્તિ સાબિત થયું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial