Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતા
મુંબઈ તા. ૯ઃ ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને વિપરીત અસર થઈ છે. સેન્સેક્સમાં ૧૩૬૬ પોઈન્ટનું ગાબડું પડ્યું છે અને નિફ્ટી પણ ગગડ્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા જિઓ-પોલિટિકલ તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં અફરાતફરી વધી છે. સેન્સેક્સ નીચા મથાળે ખૂલ્યા પછી ૧૩૬૬.૪૭ પોઈન્ટ તૂટ્યો હતો. મોર્નિંગ સેશનમાં જ ૧૦૬૪ પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. ૧૦-૪૧ વાગ્યે ૭૯૩.૮ર પોઈન્ટના કડાકાસાથે ૭૯,પ૪૦.૯૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઉતાર-ચડાવના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં પ લાખ કરોડનો ઘટાડો થયો હતો.
ગઈકાલે રાત્રે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા મિસાઈલ હુમલાઓ કરાતા બન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય સેનાએ પણ તેને જડબાતોળ જવાબ આપતા હવામાં જ તેની મિસાઈલ નિષ્ક્રિય બનાવી હતી. વધી રહેલા જિઓ-પોલિટિકલ ટેન્શનના પગલે રોકાણકારોના સેન્ટિમેન્ટ ખરડાયા છે. ગવોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ૭ ટકા તૂટી રર.૬પ ના સ્તરે પહોંચ્યો હતો.
બીએસઈમાં સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ ૩૬ર૧ પૈકી ર૮૬૩ શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. પ૯૧ શેર નજીવા સુધારે ટ્રેડેડ હતાં. ર૩૬ શેરમાં લોઅર સર્કિટ વાગી હતી, જ્યારે ૧પ૯ શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં. બીએસઈ સ્મોલકેપ અને મીડકેપમાં પણ ૧ ટકાથી વધુનો કડાકો નોંધાયો હતો. પીએસયુ બેંકો, કેપિટલ ગુડ્સ કન્ઝ્યુમર ગુડ્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં, જેમાં પાવર ર.૧ર ટકા અનેરિયાલ્ટી ૩.૬૩ ટકા તૂટ્યો છે.
નિફ્ટીએ આજે ખૂલતાની સાથે જ ર૪,૦૦૦ નું લેવલ તોડ્યું હતું, જો કે બાદમાં સુધરી ર૪,૧૬૪.રપ થયો હતો. જે ૧૦-પ૦ વાગ્યે રપ૬.૮૦ પોઈન્ટના કડાકે ર૪,૦૧૭ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેંક નિફ્ટી ૬૭પ.૩૦ પોઈન્ટના ઘટાડે કારોબાર થઈ રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial