Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રદ્ધાળુઓ, ગંગોત્રી તરફ જઈ રહ્યા હતાં
દહેરાદૂન તા. ૮: ઉત્તર કાશીમાં હેલિકોપ્ટર ક્રેશ થતા છ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, અને ૧ મુસાફરો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ભાગીરથી નદી પાસે આ દુર્ઘટના બની છે. આ યાત્રીઓ ગંગોત્રી જઈ રહ્યા હતાં.
ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં ગુરુવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ૬ મુસાફરના મોત થયા છે, જ્યારે ૧ મુસાફર ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ અકસ્માત ઉત્તર કાશીના ગંગાનીમાં થયો હતો. હેલિકોપ્ટર ગંગોત્રી ધામ જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટર દહેરાદૂનથી પ્રવાસીઓને લઈને ખરસલી માટે ઊડાન ભરી રહ્યું હતું. આ મુસાફરો ચારધામ યાત્રા પર ગયા હતાં. તેમને ખરસાલીથી ગંગોત્રી ધામ જવાનું હતું. આ હેલિકોપ્ટર ખાનગી કંપની એરો ટ્રિંકનું હતું.
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ચારધામ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે કરા પણ પડ્યા છે.
ઘટનાની જાણ થતા તુરંત પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ દુર્ઘટનામાં લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં પાયલટ અને છ યાત્રી સામેલ હતા. પાયલટનું નામ કેપ્ટન રોબિન સિંહ છે. ૬ યાત્રીમાં બે મહિલા હતી. તેનું નામ વીનિત ગુપ્તા, અરવિંદ અગ્રવાલ, વિપીન અગ્રવાલ, પિંકી અગ્રવાલ, રશ્મિ અને કિશોર જાધવ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial