Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ રાતોરાત કંપનીએ શરૂ કરી નાખ્યો

મહાનગરપાલિકાની નોટીસનો ઉલાળ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરમાં ૧૦ માસ સુધી બંધ રહેલ વેસ્ટ ટુ એનર્જી પલાન્ટ આખરે રાતોરાત પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે, જો કે અગાઉ આ પ્લાન્ટ સંચાલકને બે વખત મહાનગરપાલિકાએ નોટીસ આપી હતી, પરંતુ પ્લાન્ટ સંચાલકે દાદ આપી નથી, જો કે હાલ તો શહેરમાંથી એકત્ર થતો કચરો આ પ્લાન્ટમાં નાખવામાં આવતા ગુલાબનગર વિસ્તારના લોકોને રાહત મળી છે.

જામનગરમાંથી દરરોજ ૩૦૦ થી ૩પ૦ ટન કચરો એકત્ર કરવામાં આવે છે, અને તેનો ગુલાબનગર માર્ગ, ડમ્પીંગ સ્થળે ઢગલા કરવામાં આવે છે. આ પછી વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી હતી. આશરે ૧૦૦ કરોડથી વધારે રકમનો ખર્ચ કંપનીએ કર્યો હતો, જેનું આયોજન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનું હતું. આ પ્લાન્ટ શરૂ પણ થયો હતો અને ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટ સદંતર ખાલી કરી નાખવામાં આવ્યો હતો.

આ પછી ગત્ માર્ચ પછી કંપનીઓ કોઈને પણ જાણ કર્યા વગર રાતોરાત આ પ્લાન્ટ બંધ કરી દીધો હતો. આ અંગે મહાનગરપાલિકા દ્વારા બે વખત કંપનીને નોટીસ પણ પાઠવી હતી, પરંતુ કંપનીએ તેની દરકાર લીધી ન હતી. બીજી તરફ મહાનગરપાલિકાએ પુનઃ કચરાનો નિકાલ ગુલાબનગર નજીકના ડમ્પીંગ પોઈન્ટમાં શરૂ કર્યો હતો, જ્યાં છેલ્લા ૧૦ થી ૧૧ માસથી દરરોજ ૩૦૦ થી ૩પ૦ ટન કચરો ઠાલવવામાં આવ્યો છે.

મતલબ કે આજ સુધીમાં આશરે ૯૦ હજાર ટન કચરો ત્યાં એકત્ર થઈ ચૂક્યો છે. બીજી તરફ રાતોરાત આશરે એકાદ અઠવાડિયા પહેલા કંપનીએ પોતાનો પ્લાન્ટ શરૂ કરી દીધો છે. આથી હાલ તો મહાનગરપાલિકાએ કચરો આ પ્લાન્ટમાં ઠાલવવાનું શરૂ કર્યું છે.

મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કંપનીને બે વખત નોટીસ પાઠવી કામગીરી કર્યાનો સંતોષ માની લેવાયો છે, પરંતુ શા માટે અને કોને પૂછીને આ પલાન્ટ બંધ કર્યો તેનો જવાબ આપવાની પણ કંપનીએ તસ્દી લીધી નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh