Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકળ કારણથી આત્મહત્યા કરી લેતા પોલીસ દ્વારા તપાસઃ
ખંભાળિયા તા. ૧૦ઃ ખંભાળિયાના પૂર્વ પ્રમુખના એકવીસ વર્ષના પુત્રએ આજે વહેલી સવારે પોતાના ઓરડામાં પિતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી છાતીમાં ગોળી ધરબી લઈ કોઈ અકળ કારણથી આત્મહત્યા કરી લીધી છે. બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ શરૃ કરી છે. ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.
ખંભાળિયા શહેરના ચાર રસ્તા વિસ્તારમાં વસવાટ કરતા અને ખંભાળિયા નગર પાલિકામાં અગાઉ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા ગઢવી સમાજના આગેવાન પેથાભાઈ મૂળુભાઈ પતાણી (પી.એમ. ગઢવી)ના ૨૧ વર્ષના પુત્ર વિજય પતાણીએ આજે પોતાની છાતીમાં રિવોલ્વરની ગોળી ધરબી લઈ કોઈ કારણથી આત્મહત્યા વ્હોરતાં અરેરાટી પ્રસરી છે.
ગઈરાત્રે આ યુવાન પોતાના ઘરે ઓરડામાં સૂવા ગયા પછી આજે સવારે જ્યારે તેમના પરિવારે ઓરડાનું બારણું ખોલતા વિજય છાતી માં ગોળી મારેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો.
બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પીઆઈ બી.જે. સરવૈયા તથા સ્ટાફ દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વિજયના ઓરડામાંથી તેના પિતા પી.એમ. ગઢવીની લાયસન્સ વાળી રિવોલ્વર મળી આવી છે. જેમાંથી મોડીરાત્રિ અથવા આજે વહેલી સવારે વિજયે પોતાની છાતીમાં ગોળી મારી લઈ આત્મહત્યા કરી લીધાનું પ્રાથમિક તારણ મળ્યુું છે.
અત્યંત શિક્ષિક અને ગર્ભ શ્રીમંત પરિવારના આ યુવાને ક્યા કારણથી આત્મહત્યા કરી? તે હજુ ખૂલ્યું નથી. મૃતક સહિત પી.એમ. ગઢવીને ત્રણ સંતાન છે જેમાં વિજય સૌથી મોટો પુત્ર હતો. આ બનાવે ગઢવી સમાજમાં શોકની લાગણી પ્રસરાવી છે. ખંભાળિયા હોસ્પિટલ પર સમાજના આગેવાનો તથા ભાજપ અગ્રણીઓ દોડી ગયા હતા. વધુ તપાસ કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial