Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬-૧૦-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
અમેરિકાએ ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધનો અંત લાવીને વિશ્વમાં એક સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવતાં વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતાના માહોલ સાથે સ્થાનિક સ્તરે સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઈલ તથા ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં માંગ વધવાની અપેક્ષા વચ્ચે ફંડોએ નવી ખરીદીએ આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઇ હતી. યુક્રેન અને રશિયા વચ્ચે ખેલાઈ રહેલા જંગનો ઉકેલ ક્યારે લાવી શકાશે એ અનિશ્ચિત હોવાથી અને બીજી તરફ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવા લાગતાં અને ચાઈના પણ તાઈવાન મામલે ફરી આક્રમક બન્યું હોઈ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત હોવા છતા ભારતીય શેરબજારમાં ફંડોએ તેજીનો વેપાર કર્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૪૦% અને નેસ્ડેક ૦.૬૬% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૦૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૧૭ અને વધનારની સંખ્યા ૧૬૧૭ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૬૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ટેક, ફોકસ્ડ આઈટી, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.૧,૨૭,૬૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૮,૩૯૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૭,૬૦૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૧૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૨૭,૯૨૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.૧,૬૩,૪૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૬૪,૧૫૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૬૩,૦૩૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૫૧૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૬૩,૫૧૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ટેક મહિન્દ્ર (૧૪૪૦) : કમ્પ્યુટર્સ - સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૫૭ થી રૂ.૧૪૬૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૭૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૧૧) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૦૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૦૮૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૨૪ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી એનર્જી (૯૩૨) : રૂ.૯૧૯ નો પ્રથમ તેમજ રૂ.૯૦૯ બીજા સપોર્ટથી પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
કલ્યાણ જ્વેલર્સ (૪૮૦) : જેમ્સ, જ્વેલરી એન્ડ વોચ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૪૮૮ થી રૂ.૪૯૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૪૭૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર માટે તહેવારોની સીઝન સામે તેજીભર્યો માહોલ જોવા મળવાની સંભાવના છે. સૌથી મોટી રાહત એ છે કે મોંઘવારી સતત નિયંત્રિત બની રહી છે, જેમાં સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ૧.૫૪% નોંધાયો છે, જે છેલ્લા ૮ વર્ષમાં સૌથી નીચો સ્તર છે. આ સાથે જથ્થાબંધ ફુગાવો પણ ઘટીને ૦.૧૩% પર પહોંચ્યો છે. જીએસટી સુધારાના કારણે ખાણીપીણી, ફેક્ટરી પ્રોડક્ટ્સ અને અન્ય ઘણી ચીજવસ્તુઓની કિંમતો ઘટી હોવાને કારણે ગ્રાહકોની ખપત વધવાની શક્યતા છે. ઓછા ખર્ચ અને વધતી ખરીદીની સક્રિયતા બજારમાં ખરીદી માટે રોકાણકારોનું આત્મવિશ્વાસ વધારશે, જે શેરબજારમાં તેજી લાવશે.
વિશ્વ વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ ભારતીય શેરબજાર માટે સકારાત્મક સંકેતો આપે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાની શક્યતા છે, જે નિકાસમાં વધારો અને રોજગારી સર્જન કરશે. તેમજ આઈએમએફ દ્વારા ભારતના આર્થિક મૂલ્યાંકન અને તેની સ્થિરતા નોંધવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં વિશ્વાસ વધારશે. આ બધું મળીને શેરબજારમાં નવા રોકાણ અને તેજી માટે સારો માહોલ તૈયાર કરે છે, જે આગામી તહેવારીઓની સીઝનમાં બજારને સપોર્ટ આપશે.