Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પ્રચાર અભિયાનઃ
અમદાવાદ તા. ૧૮: બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ છે, જેમાં ગુજરાતના કોંગી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તબ્કાના પ્રચાર માટે તેના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના ટોના નેતાઓથી લઈને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સ્થાનિક નેતાોઓન સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ બિહારમાં પાર્ટી માટે પ્રચારની જવાબદારી સંભાળશે.
સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગે, સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા મુખ્ય ચહેરાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જેવા કે સુખવિન્દર સિંહ સુખુ (હિમાચલ), અશોક ગેહલોત (રાજસ્થાન) અને ભૂપેશ બધેલ (છત્તીસગઢ) ને પણ પ્રચાર માટે ઉતારવામાં આવ્યા છે.
આ યાદીમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા નેતાઓમાં કન્હૈયા કુમાર, સચિન પાયલોટ અને ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે. અન્ય મહત્ત્વના નામોમાં દિગ્વિજયસિંહ, અધીર રંજન ચૌધરી, મીરા કુમાર અને ચરણજીતસિંહ ચન્નીનો સમાવેશ થાય છે.
બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં (છઠ્ઠી નવેમ્બર અને ૧૧ મી નવેમ્બર) યોજાવાની છે, જો કે મહાઠબંધનમાં બેઠકોની વહેંપણીનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. રાહુલગાંધીની તાજેતરની 'મતદાર અધિકાર યાત્રા' પછી કોંગ્રેસ પાર્ટીની તાકાત વધી હોવાનું માનતા, પાર્ટી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે, જો કે આરજેડી કોંગ્રેસની આ માગથી સહમત નથી, જેના કારણે ઘણી બેઠકો પર 'મેત્રિપૂર્ણ લડાઈ થવાની સંભાવના છે.'
મહત્ત્વની વાત છે કે કોંગ્રેસ અને આરજેડીએ વૈશાલીમાં બે બેઠકો માટે પહેલાથી જ પોતાના ઉમેદવારો નામાંકિત કરી દીધા છે. આ ગઠબંધનના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની એક મહત્ત્વપૂર્ણ બેઠક શનિવારે પટનામાં યોજાવાની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial