Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રસ્ટનું સંચાલન સુચારૂ રીતે ચલાવવા અપાઈ ખાતરીઃ
જામનગર તા. ૩૦: જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ૪ર વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં અગ્રેસર કામગીરી કરવામાં આવી રહી છે. પૂર્વ ચેરમેન સ્વ. કાંતિલાલ હરિયા તથા મેનેજીંગ ટ્રસ્ટી રમણીકલાલ શાહના શ્રમના કારણે અને અન્ય ટ્રસ્ટીઓના સહકારથી યશસ્વી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ટ્રસ્ટમાં ચેરમેન જયંતિભાઈ હરિયા શરૂઆતથી જ જોડાયેલા રહ્યા છે. ચેરમેન પછી ટ્રસ્ટી અને હવે છેલ્લા એકાદ વર્ષથી ફરીથી ચેરમેન તરીકે કાર્યાન્વિત જયંતિભાઈ હરિયા સંસ્થાના તમામ કાર્યમાં સાથે રહ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી ટ્રસ્ટના ચેરમેન અને ટ્રસ્ટીઓ વચ્ચે મતભેદ થતાં બેબુનિયાદ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ચેરમેન દ્વારા જોઈન્ટ ચેરિટી કમિશનર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, ટ્રસ્ટના રોજબરોજના સંચાલનને સત્તા ચેરમેનને જ હોવી જોઈએ.
તે અંતર્ગત સંસ્થાના એડવોકેટ મીહિર ત્રિવેદીએ ટ્રસ્ટના બંધારણની મૂળભૂત જોગવાઈના આધારે કરેલી દલીલોના અંતે ચાલુ મહિનામાં ચેરિટી કમિશનર કચેરીએ ફરમાવ્યું છે કે, રોજબરોજના કામકાજના પાવર મેનેજીંગ ટ્રસ્ટીના છે અને તે ચેરમેન તથા ટ્રસ્ટીઓએ તે કામગીરીમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. તેથી ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટે આવનારા સમયમાં પણ આ જ રીતે ટ્રસ્ટના સુચારૂ સંચાલનની ખાતરી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial