Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વર્ણિમ જયંતી યોજના અંતર્ગત
જામનગર તા. ૨૭: જામનગરના નગરસીમ વિસ્તારમાં ગરીબ નવાઝ-૧ અને ગરીબ નવાઝ-૨ સોસાયટીને જોડતા મુખ્ય માર્ગના નિર્માણ માટે ઘણાં સમયથી રજૂઆતો કરવામાં આવી હતી. આ મુખ્ય રસ્તાનું રૂ. સીત્તેર લાખના ખર્ચે નિર્માણ સ્વર્ણિમ જયંતી યોજના હેઠળ મંજુર થતાં મનપાના વિપક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર અસલમભાઈ ખીલજી, કોર્પોરેટર જેનબબેન ખફી, સંધી સમાજના પ્રમુખ હાજી રીઝવાન જુણેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગરીબ નવાઝ-૨ સોસાયટીનું ટ્રસ્ટી મંડળ, સૈયદ ઇમ્તિયાઝબાપુ, મૌલાના ગુલફામ હસન સાહેબ, અકરમભાઈ ખફી, મંજૂરભાઈ, દોસુભાઈ, આઈ.પી. સીદી, વકીલ ફૈઝલભાઈ ચરીયા, મોહસીન ખાન, ફૈઝાન મેમણ, અનવરભાઈ જામ, અલારખાભાઈ સફિયા, હારૂનભાઈ ચાવડા, ઈર્શાદભાઈ સોઢા, ઈશાકભાઈ માજોઠી, હનીફભાઈ પઠાણ, સાજીદભાઈ સુમરા, યુનુસભાઈ ખીરા, ઈમ્તિયાઝભાઈ, અશરફભાઈ સમા, આદિલભાઈ બાદશાહ, યાકુબભાઈ પટણી, શકીલભાઈ રુંજા, અલ્તાફભાઈ ચાકી, મહિલાઓ વિગેરે હાજર રહૃાા હતા. આ રોડ નિર્માણથી માત્ર ગરીબ નવાઝ ૧-૨ સોસાયટી જ નહીં, પરંતુ સેટેલાઈટ સોસાયટી, રબ્બાની પાર્ક અને અલસફા પાર્ક સહિત આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ફાયદો થશે અને તેમની અવરજવરની સમસ્યાનો અંત આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial