Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા થશે નોંધણીઃ
જામનગર તા. ૭: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯-/-પ્રતિ ક્વિ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ, મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ.. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/-પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ). તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિ., મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી,જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે ૩૧-૧૦-૨૦૨૫ સુધી કરવામાં આવશે તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧-૧૧-૨૦૨૫ થી ૩૧-૦૧-૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા. ૦૧-૧૧-૨૦૨૫ થી ૩૦-૦૧-૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવાની રહેશે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે તેની નોંધ લેવા તેમજ નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના પુરવઠા અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial