Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક ખેતરોના પાળા તોડી પાણીનો નિકાલ કરવો પડ્યોઃ
જામનગર તા. પઃ હાલારમાં સતત મેઘ મહેર થઈ રહી છે, જો કે ગઈકાલ બપોર પછી વરસાદની ગતિ ધીમી પડી હતી. છેલ્લા ર૪ કલાકમાં ઝાપટાથી પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે વરસાદ વરસ્યો હતો. આમ સાર્વત્રિક વરસાદથી અનેક જળાશયો, ચેકડેમ, નદી-નાળામાં નવા નિરની આવક થવા પામી છે.
જામનગર જિલ્લામાં આજે બપોરે ૧ર વાગ્યા સુધીના છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં ર૧ મી.મી., ધ્રોળમાં ૪ર મી.મી. અને જામજોધપુરમાં ર૬ મી.મી. વરસાદ થયો છે.
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે સારો વરસાદ થયો હતો, જેમાં વસઈમાં ૧૩, મી.મી., લાખાબાવળમાં ૧ર, ફલ્લામાં ૧ર, દરેડમાં ર૩, લૈયારામાં ૧૪, નિકાવામાં ૧૦, મોટા પાંચ દેવડામાં રર, જામવાડીમાં ૧૦, વાંસજાળિયામાં રપ અને ધ્રાફામાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો હતો.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે અડધાથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સલાયામાં અઢી કલાકમાં બે ઈંચ, ખંભાળિયામાં એક ઈંચ અને ભાણવડમાં દોઢ ઈંચ અને દ્વારકામાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ થયો છે, જ્યારે કલ્યાણપુરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસી જતા સમગ્ર પંથકમાં પાણી ભરાયા હતાં. આમ કલ્યાણપુરમાં મોસમનો કુલ ૧૦ ઈંચ વરસાદ થયો છે.
ગઈકાલે કલ્યાણપુર તાલુકાના અમુક ગામડામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો હોવાના વાવડ મળી રહ્યા છે. પરિણામે ધુતારિયા ચુર, રાજપરા ગામના માર્ગે કોઝવે ઉપરથી પાણી વહેતા થયા હોવાથી થોડા સમય માટે રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો, અને અનેક ખેતરોમાં પાણી ભરાયા હતાં. આથી ખેડૂતોને ખેતરના પાળા તોડી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. ભાટિયામાં વહેલી સવારથી અઢી ઈંચ અને કેનેડીના વાડી વિસ્તારમાં ત્રણ ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
સારા વરસાદથી અનેક જળાશયમાં નદીમાં નવા નિર આવ્યા છે, તો સલાયા પંથકમાં પણ ગઈકાલે એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. હાલ તો ગઈકાલ બપોર પછી વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ સમગ્ર હાલાર પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial