Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃશ્ચિક સહીત ત્રણ રાશિને સપ્તાહમાં આર્થિક તંગી, ભાગદોડ રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના સદસ્યો સાથે મનમેળ સાધી શકશો. ભાઈ-ભાંડુની સહાય, સલાહ ઉપયોગી નિવડે. ગૃહસ્થ જીવનનું વાતાવરણ પ્રફૂલ્લિત જણાય. સ્વાસ્થ્ય્ બાબતે તકેદારી અનિવાર્ય બની રહે. માન-મરતબો મળી શકે. નાણાકીય સ્થિતિ થોડી નબળી પડતી જણાય. મર્યાદિત આવકની સાથે ખર્ચનું પ્રમાણ વધારે રહે. યાત્રા-પ્રવાસ સુખદની સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. તા. ૭ થી ૧૦ સ્વાસ્થ્ય સાચવવું. તા. ૧૧ થી ૧૩ આનંદિત.
Taurus (વૃષભ: બ-વ-ઉ)
તમારા માટે ખર્ચ-ખરીદી કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આનંદ-પ્રમોદ પાછળ નાણાનો ખર્ચ કરવાના આયોજનમાં વ્યસ્ત બનતા જણાવ. સ્વજનો સાથે બગડેલા સંબંધો સુધરતા જણાય. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. સામાજિક ક્ષેત્રે ઈર્ષાળુ માણસોથી સાવધાન રહેવું પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પીછેહઠ કરવી પડે. વિદ્યાર્થી વર્ગને સફળતા પ્રાપ્ત થાય. તા. ૭ થી ૧૦ મધ્યમ. તા. ૧૧ થી ૧૩ ખર્ચાળ.
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહેવા પામે. પડવા-વાગવાથી સાચવવું. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. શત્રુ વિરોધી નબળા પડતા જણાય. તા. ૭ થી ૧૦ ખર્ચાળ. તા. ૧૧ થી ૧૩ લાભદાયી.
Cancer (કર્ક: ડ-હ)
તમારા માટે સંયમપૂર્ણ ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય થોડો નબળો જણાય. આપ સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. પરિસ્થિતિને કાબૂમાં લેવા અથાગ પરિશ્રમ કરવો પડે. વ્યાપાર-ધંધામાં આર્થિક વ્યવહારોમાં સાવધાની દાખવવી. કોર્ટ-કચેરી જેવા સરકારી કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થી દ્વારા સારૂ પરિણામ આવી શકે. જાહેરજીવનમાં વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધર્મકાર્ય-શુભ કાર્ય થાય. તા. ૭ થી ૧૦ સંભાળવું. તા. ૧૧ થી ૧૩ મિલન-મુલાકાત.
Leo (સિંહ: મ-ટ)
આપના માટે આરોગ્ય સુખાકારી સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપનું બગડેલું સ્વાસ્થ્ય સુધરતું જણાય. શારીરિક તથા માનસિક રીતે આપ પ્રફૂલ્લિત બનશો. આપની કાર્યક્ષમતામાં વારો થતો જણાય. વેપાર-ધંધામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી શકશો. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. ઘર-પરિવારમાં એકંદરે વાતાવરણ શાંત રહે. પારિવારિક સંબંધો મજબૂત બનતા જણાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. તા. ૭ થી ૧૦ આરોગ્ય સુધરે. તા. ૧૧ થી ૧૩ સારી.
Virgo (કન્યા: પ-ઠ-ણ)
તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને પુરુષાર્થ કરતા પ્રારબ્ધનું ફળ વધારે મળતું જણાય. આકમસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીઓથી પરેશાની રહી શકે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચિ વધતી જણાય. વડીલોપાર્જિત મિલકત અંગે વિવાદોનો નિકાલ સુખદ આવી શકે. નોકરિયાત વર્ગને કાર્યબોજ-જવાબદરીઓ વધતી જણાય. જીવનસાથી સાથે મનમેળ રહે. તા. ૭ થી ૧૦ શુભ. તા. ૧૧ થી ૧૩ સામાન્ય.
Libra (તુલા: ર-ત)
તમારા માટે નવી પ્રવૃત્તિઓ સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ કોઈ નવીન કાર્યરચના સાથે જોડાઈ શકો છો. વ્યાવસાયિક યોજનાઓનું અમલિકરણ થાય. વ્યાપારી વર્ગ માટે નવી ધંધાકીય ખરીદી માટે સમય સાનુકૂળ રહે. આર્થિક સ્થિતિ મધ્યમ રહે, છતાં નોંધપાત્ર આવક માટે હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. શત્રુ વિરોધીઓને પરાસ્ત કરી શકશો. ઘર-પરિવારના સભ્યો સાથે મનમેળ રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તા. ૭ થી ૧૦ નવીન કાર્ય થાય. તા. ૧૧ થી ૧૩ મધ્યમ.
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના માટે નાણાભીડનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આકસ્મિક ખર્ચાઓને કારણે આપનું મહિનાનું બજેટ હાલક-ડોલક થતું જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવો જરૂરી જણાય. આરોગ્ય સુધરતું જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવો. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે સંબંધો સુધારવાનો અવસર મળે. તા. ૭ થી ૧૦ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૧ થી ૧૩ નાણાભીડ.
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તમારા માટે મુસાફરી સૂચક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. વ્યાવસાયિક કાર્યો પાર પડતા જણાય. વેપાર-ધંધામાં વિકાસ સાધવામાં સફળતા મળે. નાણાકીય રીતે સમય બળવાન જણાય છે. આવકના સ્ત્રોતો ખૂલતા જણાય. ગૃહસ્થ જીવનનું વાતાવરણ ડહોળાઈ શકે છે. ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી બને. આરોગ્ય બાબતે સમય નરમ-ગરમ રહે. તા. ૭ થી ૧૦ પ્રવાસ. તા. ૧૧ થી ૧૩ વિવાદ ટાળવા.
Capricorn (મકર: ખ-જ)
તમારા માટે શાંતિપૂર્ણ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદમય રહે. કાર્યબોજ હળવો થતો જણાય. સ્નેહીજનો સાથે સુખની પળો માણી શકવાનો અવસર પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ મધ્યમ જણાય છે. ધાર્યો લાભ પ્રાપ્ત થવામાં નાની-મોટી અડચણો આવી શકે છે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. આર્થિક ખર્ચ વધતો જણાય. તા. ૭ થી ૧૦ સુખદ. તા. ૧૧ થી ૧૩ ખર્ચાળ.
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના માટે કામનું ભારણ વધારનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વધારે પડતા કાર્યબોજને કારણે આપને વ્યસ્તતાનો અનુભવ થાય. આર્થિક સ્થિતિ મજબૂત બનતા ખર્ચાઓને નિવારવા સક્ષમ બનશો. સામાજિક ક્ષેત્રે ઈજ્જત-આબરૂમાં વધારો થતો જોવા મળે. આપના કાર્યો તથા પ્રયાસોને વખાણવામાં આવે. તબિયત અંગે કાળજી રાખવી જરૂરી બને. જમીન-મકાન અંગેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે બોલાચાલી ટાળવી. તા. ૭ થી ૧૦ કાર્યબોજ વધે. તા. ૧૧ થી ૧૩ સામાન્ય.
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સમયમાં શત્રુ વિરોધીઓ હાવી થતા આપને નુક્સાન થવાની સંભાવના જણાય છે. સચેત તથા સતર્ક રહેવાની સલાહ છે. નોકરિયાત વર્ગે કાર્યાલયમાં પોતાના સહકર્મચારી કે ઉપરી અધિકારી સાથે સંભાળપૂર્વકનું વલણ અપનાવવું. આર્થિક દૃષ્ટિએ આપ સક્ષમ અને સુદૃઢ બની શકશો. વ્યાપાર-ઉઝોગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી શકશો. કૌટુંબિક ક્ષેત્રે વડીલ વર્ગના સ્વાસ્થ્ય અંગે ચિંતા સતાવે. મિત્રોથી લાભ થાય. તા. ૭ થી ૧૦ નબળી. તા. ૧૧ થી ૧૩ સફળતા મળે.