Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટરનો કોન્સેપ્ટ કામિયાબઃ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મહિલાઓએ કર્યું: શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થિનીઓનું સન્માન
જામનગર તા. ૧૧: નારી શક્તિ એ સમાજની પ્રેરણા છે. નારી સશક્તિકરણથી જ સમૃદ્ધ અને સશક્ત સમાજનું નિર્માણ શક્ય બને છે. મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત અને પ્રેરિત કરવા સમગ્ર વિશ્વમાં ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની થીમ 'રાઈટ્સ જસ્ટિસ, એક્શન ફોર ઓલ વોમેન એન્ડ ગર્લ્સ' રાખવામાં આવી છે.
આંતરરાષ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શહેરના ટાઉનહોલમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની અધ્યક્ષતામાં 'મહિલા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવે આ પ્રકારના નારી શક્તિને ઉજાગર કરતા કલેક્ટર કેતન ઠક્કરના ઉમદા વિચારને સફળ બનાવવા માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી અને સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જિલ્લા વહીવટી તંત્રમાં ફરજ બજાવતા મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મહિલા સશક્તિકરણનું પ્રેરણાદયક ઉદાહરણ છે.
કાર્યક્રમ દરમિયાન સરકારની સહાયથી સ્વનિર્ભર બનેલ મહિલાઓએ પોનાના અનુભવો અને સફળતાની કહાનીઓ રજૂ કરીહતી, જે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતાં. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થી દીકરીઓને દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજના, સ્પોર્ટસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીનીઓ તથા મહિલાલક્ષી વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં. ત્યારણછી બાળકીઓના હસ્તે કેક કટિંગ કરી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ જણાવ્યું હતું કે, આજે મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, રમતગમત સહિતના તમામ ક્ષેત્રોમાં આગેવાની કરી રહી છે. સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના કારણે મહિલાઓને આગળ વધવાની નવી તક મળી રહી છે.
સમાજના વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી અત્યતં જરૂરી છે અને મહિલાઓ સશક્ત બનશે ત્યારે જ સમાજ અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. તેમણે મહિલાઓને શિક્ષણ, સ્વરોજગાર, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે વધુ સક્રિય બનીને આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી.
કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડે જણાવ્યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની ભૂમિકા અતિ મહત્ત્વપૂર્ણ રહી છે. મહિલા માત્ર પરિવારની સંભાળ રાખનાર નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર શક્તિ છે. આજના દિવસે આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ કે મહિલાઓને સમાજમાં સમાન અધિકાર અને સન્માન મળે તે માટે આપણે સહયોગી બનીશું. મહિલાઓને વિકાસના તમામ અવસરો ઉપલબ્ધ થાય તે માટે સંયુક્ત પ્રયાસો કરવાના છે. સ્ત્રી સશક્ત તો છે જ, તેણીએ માત્ર પોતાનામાં રહેલ શક્તિ ઉજાગર કરવાની જરૂર છે.
આ કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, નાગબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર પ્રાંત અધિકાી અદિતિ વાર્ષને, નાયબ જિલ્લા વિકાસ અધિકારરી વિરલ માકડિયા, મહિલા અને બાળ અધિકારી પૂજા ડોડિયા, સરકારી વિભાગોમાં કાર્યરરત મહિલા અધિકારીઓ, વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓ, સ્વસહાય જુથોની બહેનો, લાભાર્થી મહિલાઓ, વિદ્યાર્થીનીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial