Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠો માટે આયુષ્માન કાર્ડ
જામનગર તા. ૭: જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા 'આયુષ્માન વય વંદના કાર્ડ' માટેના ત્રીજા તબક્કામાં વધુ એક કેમ્પનું આયોજન કરાયું છે. ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય પરથી તા. ૭ જુલાઈથી ૧૨ જુલાઈ દરમિયાન ૭૦ વર્ષ થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટેના કાર્ડ કાઢી આપવાનો પુનઃ કેમ્પ યોજાશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતભરના ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે 'આયુષ્માન વય વંદના યોજના' લાગુ કરાઇ છે, અને તે માટેના જરૂરી કાર્ડ પણ સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહૃાા છે.
જેથી જામનગરના ૭૦ વર્ષ થી વધુ વય ના વરિષ્ઠ નાગરિકો માટેના 'આયુષ્માન વય વંદના કાર્ડ' કાઢી આપવા માટેના કેમ્પનું આયોજન જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેને પ્રથમ બે તબક્કામાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો, અને હજુ પણ ડિમાન્ડ હોવાથી વધુ ૬ દિવસ માટેના તૃતીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ ૭ જૂલાઈ થી ૧૨ જૂલાઈ સુધી વધુ ૬ દિવસ માટે સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય લાખોટા મિગ કોલોનીના સ્થળે ૬ દિવસિય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આથી ૭૯-વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા ૭૦ વર્ષ કે તેથી વધુની વયના કોઈપણ વરિષ્ઠ નાગરિકો, કે જેઓ આયુષ્માન વય વંદના કાર્ડ કઢાવવા માંગતા હોય, તેઓએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ પૈકીના રાશનકાર્ડ તેમજ આધાર કાર્ડ કે જે મોબાઈલ નંબર સાથે લીંક કરેલો હોય, તે આધાર પુરાવા લઈને જન સંપર્ક કાર્યાલયનો સંપર્ક સાધવા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial