Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાકિસ્તાન તરફથી એલઓસી પર સતત ગોળીબારઃ
નવી દિલ્હી તા. ૮: જમ્મુ-કાશ્મીરમાં હાઈએલર્ટ સાથે સરહદ પરના ગામડાઓ ખાલી કરાવાઈ રહ્યા છે. એલઓસી પર પાક.ના સતત ગોળીબાર પછી તંગદિલી વધી રહેલી જણાય છે.
પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ગઈકાલના ઓપરેશન પછી પાકિસ્તાન તરફની બોર્ડર પર ભારે ગોળીબાર થયો અને જેમાં ઘણાં લોકોના મોત થયા છે. બોર્ડર પારથી થઈ રહેલા ગોળીબારને ધ્યાનમાં રાખીને જમ્મુ અને કાશ્મીરની બોર્ડર આવેલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. બોર્ડરને અડીને આવેલા ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના સાંબા અને કઠુઆ જિલ્લા ઉપરાંત જમ્મુ જિલ્લાના આરએસપુરા વિસ્તારમાં આગામી ૭ર કલાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ હેઠળ બોર્ડર ઉપર આવેલા વિસ્તારોમાં રહેતા લોકોને શક્ય તેટલી તકે ગામડાઓ ખાલી કરવા કહેવામાં આવ્યું છે.
બુધવારે મોડી રાત સુધી બોર્ડર પરના વિસ્તારોના ગામડાઓ ખાલી કરાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. સાવચેતીના પગલાં તરીકે અહીં તમામ પ્રકારની સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
ફિરોઝપુર જિલ્લાના કેટલાક સરહદી ગામોના લોકોએ સલામત સ્થળોએ આશ્રય લેવાનું શરૂ કરી દીધું છે, જો કે પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત અમૃતસર અને તરનતારન ગામોમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ હોવાનું કહેવાય છે.
સતત બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના ૪-સેક્ટરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ગોળીબાર કર્યો છે, અને પંદર જેટલા ભારતીય નાગરિકોનો ભોગ લેવાયો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના આ છમકલા સામે ભારતીય દળોએ પણ જોરદાર પ્રતિકાર કરી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની સેનાએ ગઈકાલે અહીં અનેક સરહદી ગામોને નિશાન બનાવ્યા હતાં અને ભારે તોપમારો અને મોર્ટાર છોડ્યા હતાં. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે '૭-૮ મે ની રાત્રે પાકિસ્તાની સેનાએ કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સેક્ટરની સામે નિયંત્રણ રેખા પર નાના હથિયારો અને તોપખાનાનો ઉપયોગ કર્યો હતો. આ હુમલાઓ તેમના દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના કરવામાં આવ્યા હતાં. ભારતીય સેનાએ આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો હતો.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial