Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીએલઓને તાલીમ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં માર્ગદર્શનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ ડિવિઝન એટલે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત બીએલઓ માટે ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-ર૦ર૬ તા. ૭-ર-ર૦ર૬ સુધી ચાલશે, જે પૈકી તા. ૧ થી તા. ૩ નવેમ્બર સુધી વિધાનસભા વિસ્તાર દીઠ બીઅલઓને તાલીમ આપવામાં આવી રહી છે.

આ કાર્યક્રમ અન્વયે જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેતન ઠક્કરે ૭૭ જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તાર માટે એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં ચાલી રહેલ તાલીમ કેન્દ્રની તથા ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તાર માટે જામનગરના ધન્વન્તરિ ઓડિટોરિયમમાં ચાલી રહેલ બીએલઓ તાલીમમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું.

આ તાલીમમાં જામનગર જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ, મામલતદાર તથા લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh