Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧ નવેમ્બરથી કામગીરી શરૃઃ કમાન્ડ કંટ્રોલ સેન્ટર બનશેઃ
જામનગર તા. ૯: જામનગર શહેરમાં ૧ નવેમ્બર-ર૦રપ થી નવી ડોર-ટુ-ડોર ગાર્બેજ સિસ્ટમ લાગુ કરવામાં આવનાર છે. આ સિસ્ટમ લાગુ થાય તે પહેલા મિલકતધારકોને જાગૃત કરવા અને નવી સિસ્ટમ અંગે માહિતગાર કરવા સાથે મિલકતોની યાદી તૈયાર કરવા માટે સર્વે કરવામાં આવનાર છે. આ માટે એજન્સીની ટીમો મારફત સર્વે કામગીરી કરવામાં આવશે.
હાલ શહેરમાં જુની ડોર-ટુ-ડોર ગાર્બેજ પદ્ધતિ મુજબ રહેણાંક/ કોમર્શિયલ વિસ્તારોમાંથી કલેક્શન કરવામાં આવતું હતું. હવે પછી શહેરમાં નવી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન પદ્ધતિ મુજબ શહેરના તમામ વિસ્તારો, મિલકતોમાંથી કરવામાં આવશે. આથી આ કામે સર્વેની કામગીરી હાથ ધરનાર છે.
જામનગર મહાનગર પાલિકામાં વાહનોનું તથા કામગીરીનું મોનીટરીંગ કરવા માટે સી.સી.સી. (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) ઊભું કરવામાં આવશે. શહેરના સમાવિષ્ટ તમામ વોર્ડ વિસ્તારમાંથી મીની ટીપર વાહનો મારફત ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની નવીનતમ ટેકનોલોજી આધારિત શહેરના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ, લારી, ગલ્લા, કોમ્યુનીટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો વિગેરેનો સર્વે થનાર છે. આ કામે એજન્સીનો સ્ટાફ જે તે સ્થળ પર આવી વોર્ડ વિસ્તારના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ લારી, ગલ્લા, કોમ્યુનીટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો વિગેરેના ફોટોગ્રાફ લેશે અને તેઓ દ્વારા મિલકત સંબંધી સવાલ કરી, મિલકતનો સર્વે/ગણતરી કરવામાં આવશે.
આથી જામનગર શહેરની જાહેર જનતાને ઉપરોક્ત ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કામગીરી માટે મિલકત સર્વે માટે આવનાર એજન્સીના સ્ટાફને પૂરતો સહયોગ/ સહકાર આપવા આસી. કમિશનર (વ) દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial