Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતની શાળાઓમાં માળખાગત સુવિધા માટે મળશે સરકારી સહાય

મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ હેઠળ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: હાલ રાજ્યમાં શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એકસેલેન્સ યોજના હેઠળ પ્રાથમિક તથા ઉ.મા. શાળાઓમાં આમૂલ પરિવર્તન વિવિધ મુદ્દાઓમાં થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા માળખાકિય સુવિધા માટે આંશિક સહાયનો નિર્ણય લેતા ખૂબજ આવકારદાયક બન્યો છે.

ગુજરાત બોર્ડની માન્યતાવાળી શાળા જેનું મનામ મંડળની માલિકીનું હોય એન ધો. ૯/૧૦માં ઓછામાં ઓછા ૫૦ અને ધો. ૯થી૧૨માં ૧૦૦ છાત્રો હોવા જોઈએ. પુરતા વર્ગોના બાંધકામ રીનોવેશન વિગેરે માટે ૨૦ લાખ રૂપિયાથી દોઢ કરોડ સુધી સહાય અપાશે જેમાં ૮૦ટકા સરકાર આપશે અને ૨૦ટકા ટ્રસ્ટે ભોગવવાના રહેશે.

૨૦૨૫-૨૬ના ચાલુ શૈૅક્ષણિક સત્રથી જ આ સહાય આપવામાં આવનાર હોય, તા. ૩૦-૯-૨૫ સુધીમાં સહાય મેળવવા જિલ્લાકક્ષાએ દરખાસ્ત કરવાની રહેશે. તથા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કાર્ય.ઈજનેર, જિ.શિ.તથા અન્ય સદસ્યોની ટીમ રહેશે.

યોજનાનો સમયગાળો ૨૦૨૫-૨૬થી ૨૦૨૯-૩૦ સુધીનો રહેશે તથા બોર્ડની પરીક્ષાનું પરિણામ આદિજાતિ વિસ્તારમાં ૬૫ટકા તથા બિનઆદિજાતિ વિસ્તારમાં ૭૫ટકા હોવું જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh