Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં જુગારના અલગ અલગ ૧૦ સ્થળે પાડેલા દરોડામાં ૬૧ સ્ત્રી અને પુરૂષ ઝડપાયા

શ્રાવણી જુગારની જમાવટ યથાવતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: હાલાર પંથકમાં પોલીસે ગઈકાલે અલગ અલગ ૧૦ સ્થળોએ જુગારની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા સ્ત્રી-પુરૂષોને ઝડપી લીધા હતા. રૂ.૧,૫૮,૨૨૦ની રોકડ રકમ કબજે કરી હતી.

જામનગરમાં રણજીત સાગર માર્ગ પર સંગમ બાગના ઢાળીયા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા સ્મિત રાજેશભાઈ પરમાર, ક્રિપાલસિંહ શિવુભા ઝાલા, રોનક દેવેન્દ્રભાઈ મકવાણા, ભકતેશ અમિતભાઈ પાંભર, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને જયરાજસિંહ દીપસિંહ જાડેજાને રૂ.૧૦૪૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના જમાઈપરા સોસાયટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગઈકાલે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમી રહેલા વિપુલ ચંદુભાઈ પરમાર, રાજેશ ગોગનભાઈ પાટડીયા, જાયદાબેન વલીમામદ હાલેપોત્રા, સમીરાબેન વલીમામદ હાલેપોત્રા, સ્નેહાબેન નિલેશભાઈ ટીલવા, જેબુનબેન ઈસ્માઈલભાઈ રાવકડાને રૂ.૧૦૨૭૦ની રોકડ રકમ સાથે ઝડપી લેવાયા હતા.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં કન્યા શાળા પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા હિતેશ લાલજીભાઈ મોલાડીયા, ભાનુબેન સુરેશભાઈ પાટડીયા, નયનાબેન રામજીભાઈ પાટડીયા, જયોતિબેન સુરેશભાઈ મકવાણા, વર્ષાબેન હિતેશભાઈ મોલાડીયા, કોમલબેન તુષારભાઈ બારૈયાને ઝડપી પાડ્યા હતા. જો કે, પાંચ મહિલાઓને રાત્રિનો સમય હોવાથી મુક્ત કરાયા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૧૦૧૩૦ની રોકડ રકમ કબજે કરી છે.

જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં ગત મધ્યરાત્રિના જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન કારાભાઈ ખીમાભાઈ પરમાર, હનીફભાઈ કાસમભાઈ સીડા, રણજીત રામદેભાઈ ખુંટી, ચનાભાઈ ગોગનભાઈ કુડેગીયા, વિરમભાઈ રામભાઈ કડછા, રામભાઈ અરજણાઈ ઓડેદરા, લીલાભાઈ ઉગાભાઈ ટીંબા, સુમિત દેવાભાઈ દાસા અને દિલીપ સવદાસભાઈ ખુંટીને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૬૦૨૦૦ની રોકડ કબજે કરી હતી.

જામજોધપુર તાલુકાના ચુર ગામમાં જુગારની બાતમીના આધારે પોલીસે ગઈરાત્રે દરોડો પાડ્યો હતો અને હરપાલસિંહ બળુભા જાડેજા, રવિરાજસિંહ ઘેલુભા જાડેજા, ચતુરસિંહ જયવંતસિંહ જાડેજા, વિશાલસિંહ દશરથસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ નાથુભા જાડેજા અને ગજુભા જાડેજાને રૂ.૨૧૫૩૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ચાચલાણા ગામમાં જુગાર રમતા ધનીગર લાલગર મેઘનાથી, ભીખુગર બચુગર મેઘનાથી, અનવર કાસમભાઈ વસાને રૂ.૭૪૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

ભાણવડ તાલુકાના ટીંબડી ગામમાં જુગાર રમી રહેલા અરવિંદ પાલાભાઈ ખાવડુ, હસમુખ રાજાભાઈ ખાવડુ અને કિરણભાઈ બાબુભાઈ સીંગરખીયાને રૂ.૩૫૧૦ની રોકડ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના દખણાદાબારા ગામમાં ગંજીપાનાથી જાહેરમાં જુગાર રમી રહેલા રવિ રામાભાઈ હોરીયા, ઉમેશસિંહ કાળુભા જાડેજા, જશુભા તોગાજી જાડેજા, હિતેન્દ્રસિંહ અભેસંગ જાડેજા, રામાભાઈ ખીમાભાઈ હોરીયા, સહદેવસિંહ બળુભા જાડેજા, લાલુભાઈ મોહનભાઈ વોરીયા, અનોપસિંહ અભેસંગ જાડેજા અને મોહનભાઈ ખીમાભાઈ વોરીયાને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૧૩૮૭૦ની રોકડ કબજે કરી હતી.

ખંભાળિયામાં રહેતા મોંઘીબેન હરજુગભાઈ રૂડાચના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી જુગાર રમતા મોંઘીબેન રૂડાચ ઉપરાંત ભારતીબેન શક્તિદાન ધારાણી, બુધીબેન રામભાઈ રૂડાચ, રામભાઈ ડાવાભાઈ રૂડાચ, રમેશભાઈ વિરમભાઈ રૂડાચ, રાયદેભાઈ અરજણભાઈ સાખરા, શક્તિદાન વાલાભાઈ ધારાણીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૨૫૭૦૦ની રોકડ કબજે કરી હતી.

ઓખાના બરમાસેલ કવાર્ટર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા શ્યામભા બાલુભા સુમણીયા, વનરાજભા ગજુભા હાથલ, ભીમભા સીદીયાભા માણેક અને હમીરભા માનસંગભા માણેકને રૂ.૧૮૭૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh