Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું ગાયને રાજમાતાનો દરજ્જો આપવાનું બિલ

ભાજપ આ બિલ સર્વાનુમતે પાસ કરાવશે ?

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૪: ગૌમાતાને રાજમાતાનો દરજ્જો આપવા કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ કર્યું છે. હવે બિલ પર ભાજપ કેવું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર છે.

ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્યમાં ગૌવંશ સન્માન અને સુરક્ષાના ભાગરૂપે ગૌમાતાને રાજમાતા તરીકેનો દરજ્જો અપાવવા માટે અગત્યનું બિલ રજૂ કર્યું હતું.

બીજી બાજુ હવે ગૌરક્ષાની અને ગાયને માતા તરીકે કહી મત માગતી ભાજપ સરકારના પ્રતિનિધિઓ આ બિલ સર્વાનુમતે પસાર કરાવેે છે કેે નહીં તેની પર સૌની નજર મંડાઈ છે.

ઉલ્લેખનિય છ કે, થોડા સમય પહેલા અમદાવાદમાં જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી અવિમુક્તેશ્વરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે હાજરી આપી શંકરાચાર્યજી દ્વારા શરૂ કરવામાં આવેલા ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાનને સમર્થન જાહેર કર્યું હતું અને વચન આપ્યું હતું કે, તેઓ ગૌમાતાના સન્માન અને અધિકારો માટે વિધાનસભામાં અવાજ ઊઠાવશે અને જરૂરી કાયદો લાવવા પ્રયત્ન કરશે. પોતાના એ વચનને પૂર્ણ કરતા આજે તેમણે વિધાનસભામાં ગુજરાત રાજમાતા (ગૌમાતા દરજ્જો, રક્ષણ અને કલ્યાણ) બિલ ર૦ર૬ રજૂ કર્યું હતું.

આ બિલ દ્વારા રાજ્યમાં ગૌમાતાને પ્રતિકાત્મક રીતે રાજમાતાનો સન્માનિય દરજ્જો આપવાની માગ કરવામાં આવી છે. બિલમાં એવી પણ જોગવાઈ છે કે રાજ્યના દરેક જિલ્લામાં ખાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જે ગૌમાતાના ખોરાક, રહેઠાણ અને આરોગ્યની સુવિધાઓનું નિરીક્ષણ કરે. આ ઉપરાંત બીમાર કે અશક્ત ગૌમાતાને કતલખાને જતા અટકાવવા અને તેમના કલ્યાણ માટે રાજ્યના બજેટમાંથી વાર્ષિક રૂ।. ૧૦૦ કરોડ જેવી રકમ ફાળવવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે.

તદુપરાંત અમિત ચાવડાએ સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપે ગૌમાતા અને સનાતનના નામે મતો મેળવીને સરકાર તો બનાવી લીધી, પરંતુ આજે ગૌમાતાની સૌથી વધુ અવગણના થઈ રહી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ગૌવંશની કતલના કિસ્સાઓ અને ગૌમાંસની નિકાસની બાબતો ચિંતાજનક સ્તરે પહોંચી છે, જે ભાજપની કથની અને કરણી વચ્ચેનો તફાવત છતો કરે છે. હવે જ્યારે આ વિધેયક વિધાનસભામાં લાવવામાં આવ્યું છે, ત્યારે સનાતનના નામે ચૂંટાઈને આવેલા ભાજપના પ્રતિનિધિઓ ગૌમાતા પ્રત્યેની તેમની નૈતિક પ્રતિબદ્ધતા દર્શાવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh