Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહિલા કર્મીઓ માટે યોજાઈ કાનૂની શિક્ષણ શિબિરઃ 'પોશ' એકટ અંગે માર્ગદર્શન

એડિ. સિનિયર સિવિલ જજ એ.એમ. શુકલાના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: જામનગર તાલુકા હેલ્થ કચેરી માં કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ હતી. જેમાં એડી. સિનિયર સિવિલ જજ એ.એમ.શુક્લાના અધ્યક્ષસ્થાને 'પોશ' એક્ટ અંતર્ગત મહિલા કર્મચારીઓને માર્ગદર્શન અપાયું હતું.

મહિલાઓને કાર્યસ્થળ પર સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ મળી રહે તે હેતુથી જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. પૂજાબેન ડોડીયાના માર્ગદર્શન હેઠળ એક વિશેષ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા હેલ્થ કચેરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 'કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી નિવારણ અધિનિયમ-૨૦૧૩' (પોષ એકટ) અંગે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત સચિવ (એડી. સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ)  એ. એમ. શુક્લા, તાલુકા હેલ્થ ઓફિસર, જિલ્લા મહિલા કલ્યાણ અધિકારી તથા દહેજ પ્રતિબંધક અધિકારી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત મહિલાઓ કર્મીઓને કાર્યક્રમને અનુરૂપ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જજ એ. એમ. શુક્લાએ મહિલા સુરક્ષા અંગેના કાયદાની વિવિધ જોગવાઈઓ, કાયદાકીય પ્રક્રિયા અને મહિલાઓના અધિકારો વિશે ગહન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન વર્ણાગર દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ પોષ અધિનિયમ હેઠળની આંતરિક સમિતિની રચના અને કાર્યપદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ શિબિરમાં આરોગ્ય શાખાના ડીઆઈઈસીઓ નિરજભાઈ મોદી, ડીએચઈડબલ્યુ અને ઓએસસી સેન્ટરનો સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહૃાો હતો.

કાર્યક્રમના અંતે સહભાગી થયેલા આરોગ્ય કર્મચારીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિર થકી કાર્યસ્થળે સુરક્ષિત, સન્માનિત અને ભયમુક્ત વાતાવરણ નિર્માણ કરવા માટેની દિશામાં પ્રભાવી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh