Advertisement
Author: નોબત સમાચાર

અવિભાજ્ય હિસ્સાના દસ્તાવેજના આધારે કરાયેલી ચાર નોંધ રદનો થયો આદેશ

કેસ ફેર નિર્ણય માટે મોકલવા કલેકટરનો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના નગર સીમ વિસ્તારમાં આવેલી ચાર જમીનમાં કુલ ૨૩ હિસ્સેદાર હોવા છતાં ૧૩ હિસ્સેદારે પોતાના ભાગની જમીન અવિભાજય હિસ્સા તરીકે કેટલાક આસામીઓને વહેચી હતી તેની પ્રમાણિત થયેલી નોંધ સામે કલેકટર સમક્ષ અપીલ કરાતા કલેકટરે આ કેસ ફેર નિર્ણય માટે રીમાન્ડ કર્યો છે અને ચારેય નોંધ રદ કરવાનો હુકમ કર્યો છે.

જામનગરના નગર સીમ વિસ્તારમાં રે.સ.નં. ૭૮૮/૧ માં આવેલી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી જમન ભાઈ ફળદુ તથા હરદાસભાઈ ખવાએ સંયુક્ત ખાતેદાર તરીકે ૨૩ વારસદાર પૈકી ૧૩ સહ હિસ્સેદાર પાસેથી અવિભાજ્ય હિસ્સાના વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જેના આધારે રેવન્યુ રેકર્ડમાં અન્ય હિસ્સેદારોનો વાંધો હોવા છતાં પ્રાંત અધિકારીએ નોંધ મંજુર કરી હતી. તે ઉપરાંત રે.સ.નં. ૯૭૭/૧માં આવેલી ખેતીની જમીન પણ અવિભાજય હિસ્સાના વેચાણ દસ્તાવેજથી ખરીદવામાં આવી હતી. તેની પણ નોંધ અન્ય હિસ્સેદારોનો હિસ્સો હોવા છતાં મંજુર થઈ હતી. તે જ રીતે રે.સ.નં. ૧૦૨૮/૧માં જયેન્દ્ર રાઘવજી મુંગરા તથા ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરીએ અવિભાજ્ય હિસ્સાના વેચાણ દસ્તાવેજથી ખેતીની જમીન ખરીદી હતી. તે જમીનમાં પણ અન્ય હિસ્સેદારોએ વાંધો લીધો હોવા છતાં નોંધ થઈ હતી. જયારે રે.સ.નં.૧૦૨૭ માં પણ અવિભાજ્ય હિસ્સા તરીકે જમીન ખરીદવામાં આવી હતી.

આ નોંધ સામે મધુબેન નાથાભાઈ નકુમે જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરી હતી. તેમાં આ જમીનમાં ૨૩ હિસ્સેદાર છે અને વેચાણ આપનાર ૧૩ વ્યક્તિ તેમાં સ્વતંત્ર માલિક નથી તેવી દલીલ કરવામાં આવી હતી. આ મુદ્દે વેચાણ દસ્તાવેજ રદ કરાવવા મધુબેને સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો હતો, તે હાલમાં પેન્ડિંગ છે તેમ છતાં પ્રાંત અધિકારીએ ચારેય વેચાણ દસ્તાવેજની નોંધ પ્રમાણિત કરી છે તેવી દલીલ કરવામાં આવી હતી.

બંને પક્ષની રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી કલેકટરે નોંધ નં.૨૯૨૭, ૧૫૫૩, ૧૫૫૪, ૧૫૫૫ અંગે વાંધેદારની અપીલ અંશતઃ મંજુર કરી નોંધ મંજુર કરવાનો હુકમ રદ કર્યો છે અને ફેર નિર્ણય કરવા કેસ રીમાન્ડ કર્યો છે. મધુબેન તરફથી વકીલ ચંદ્રેશ મોતા, અરૂણ ચોપડા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh