Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વિસ્તૃત માહિતીઃ
નવી દિલ્હી તા. ર૦: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ સંસદમાં વિવિધ રેલવે પરિયોજનાઓની માહિતી આપી કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે અને વિવિધ રેલવે પરિયોજનાઓનું ઝડપથી કામ પ્રગતિ પર છે, અને વાયડક્ટ, પિયર અને ટ્રેક પાથરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. સીમા ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધી રહી છે. દેશલપાર-હાજીપીર અને વાયોર-લખપત જેવા માર્ગો પર સર્વેષણ થઈ રહ્યું છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ સંસદમાં ભારતીય રેલવેની વિવિધ મહત્ત્વની પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપતા જણાવ્યુંકે દેશભરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી રહી છે. રેલવે મંત્રીએ ગુજરાતથી સંબંધિત માહિતી આપતા જણાવ્યું કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) પરિયોજના પર ઝડપથી કામ પ્રગતિ પર છે. આ પરિયોજના હેઠળ ૩૦૦ કિોમીટરથી વધુ વાયડક્ટનું નિર્માણ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે પિયર નિર્માણ, ટ્રેક પાથરવાનું તથા સ્ટેશનોના વિકાસનું કામ સતત ચાલુ છે. આની સાથે જ ભારતની પ્રથમ અન્ડરસી રેલવે સુરંગ પર પણ કામ પ્રગતિ પર છે.
તેમણે જણાવ્યું કે પરિયોજના હેઠળ ૪૩પ કિલોમીટર ફાઉન્ડેશન કામ, ૩૩૮ કિલોમીટર ઈન્સ્ટોલેશન તથા ૧૬૮ કિલોમીટર ટ્રેક પાથરવાના કામની સાથે ઓએચઈ ઈન્સ્ટોલેશન કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાપી, બિલિમોરા, સુરત તથા બીકેસી સહિત કેટલાક સ્ટેશનોના બાંધકામનું કામ અંતિમ તબક્કે છે.
રેલવે મંત્રીએ માહિતી આપી કે કેટલીક નદીઓ પર પુલોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે તથા ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતી વિસ્તારોમાં કામ તીવ્ર ગતિથી પ્રગતિ કરી રહ્યું છે.
સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે નવી રેલવે લાઈન માટે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. કચ્છ ક્ષેત્રમાં દેશલપાર-હાજીપીર અને વાયોર-લખપત વચ્ચે નવી રેલવે કનેક્ટિવિટી વિક્સાવવાની યોજના પર કામ શરૂ થઈ ગયું છે.
ભારતીય રેલવે હાલમાં અભૂતપૂર્વ વિસ્તરણ અને આધુનિકીકરણમાંથી પસાર થઈ રહ્યું છે, જેને કેન્દ્રિય બજેટ ર૦ર૬-ર૭ માં રૂ।. ૭૮ લાખ કરોડની વિક્રમજનક બજેટ ફાળવણી દ્વારા સશક્ત બનાવવામાં આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ પાંચ લાખ નોકરીઓનું સર્જન થયું છે, જ્યારે છેલ્લા ર વર્ષમાં ૧.૪૩ લાખ સીધી નિમણૂકો આપવામાં આવી છે.
સુરક્ષા મારખાગત સુવિધાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરતા, આરઓબી અને આરયુબીની સંખ્યા લગભગ ૪૦૦૦ થી વધીને ૧૪,૦૦૦ થઈ ગઈ છે. ઓટોમેટિક સિગ્નલિંગનો વિસ્તાર પણ ૧પ૦૦ કિલોમીટરથી વધીને ૪૦૦૦ કિલોમીટરથી વધુ થઈ ગયો છે.
સલામતી ટેકનોલોજીની ચર્ચા કરતા તેમણે સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ 'કવચ'ની પ્રગતિ પર પ્રકાશ નાખ્યો. તેમણે કહ્યું કે લગભગ ૩૦૦૦ કિ.મી. નેટવર્ક પહેલાથી જ આની હેઠળ આવરી લેવામાં આવ્યું છે, જ્યારે લગભગ ર૦,૦૦૦ કિ.મી. પર પર કામ ચાલી રહ્યું છે અને તેને લગભગ ૮૦૦૦ રેલવે એન્જિનમાં લગાવવાની યોજના છે.
રેલવે મંત્રીએ જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં એલએચબી કોચની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને લગભગ ૪૮,૦૦૦ કોચ ઉમેરવામાં આવ્યા છે. લોકોમેટિવ ઉત્પાદન લગભગ ૧ર,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે ને વેગનની સંખ્યા ર લાખથી વધુ થઈ ગઈ છે.
ટનલ બાંધકામના ક્ષેત્રમાં પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત થ છે. વર્ષ ર૦૧૪ સુધીમાં જ્યાં લગભગ ૧રપ કિલોમીટર લાંબી ટનનલ બનાવવામાં આવી હતી, ત્યાં તે પછીથી ૪૮૬ કિ.મી. લાંબી ટનલ બનાવવામાં આવી છે. જેનાથી ઉત્તર-પૂર્વ અને જમ્મુ અને કાશ્મીર જેવા દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો થયો છે.
ડેડિકેટેડ ફેઈટ કોરિડોરા નિર્માણમાં પણ સર્વગ્રાહી પ્રગતિ થઈ છે. આશરે ર૮૦૦ કિલોમીટર લાંબા કોરિડોરનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેના પર દરરોજ આશરે ૪૮૦ માલગાડીઓ સંચાલિત થઈ રહી છે.
યાત્રીઓની સુવિધા વધારવા માટે વધારાના જનરલ કોચ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ર૦ર૪-રપ મા લગભગ ૧રપ૦ કોચ અને ર૦રપ-ર૬ માં લગભગ ૮૬૦ કોચનો સમાવેશ થાય છે.
રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે હાલમાં ૧૬૦ થી વુ વંદે ભારત ટ્રેન સેવાઓ સંચાલિત થઈ રહી છે અને ૬૦ અમૃત ભારત ટ્રેનો લાંબા અંતરની કિફાયતી યાત્રા સુવિધા પૂરી પાડી રહી છે. આ ઉપરાંત ૧૩૩ અમૃત ભારત ટ્રેનોનું નિર્માણ કામ પ્રગતિ પર છે અને વંદે ભારત સ્લીપર ટ્રેનોને પણ સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે.
તેમણે જણાવ્યું કે ૭પ મુખ્ય સ્ટેનો પર હોલ્ડિંગ એરિયા વિકસિત કરવામાં આવી છે. રેલવે મંત્રીએ આ પણ માહિતી આપી કે, જેના હેઠળ લગભગ ૧૩૦૦ સ્ટેશનોને સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી આશરે ૧૮૦ સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે લગભગ પ૦૦ સ્ટેશન અપગ્રેડેડ તબક્કે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial