Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ૧૧: જામનગરમાં ઋતુઓના સંક્રાંતિકાળ વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમા ઘટાડો થાય છે.નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ૧૬.પ ડીગ્રી અને દોઢ ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૦.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરે ગરમી અનુભવાઈ હતી, જો કે રાત્રે ઠંડક રહેવા પામી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ આંશિક ઘટીને ૮ર ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા આજે સવારે પણ ઝાકળવર્ષા થઈ હતી. પવનની ગતિ વધીને પ્રતિ કલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial