Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરીમાં સામૂહિક ગાન તથા સ્વદેશીના શપથગ્રહણ કરાયા

રાષ્ટ્રગાન વંંદે માતરમ્ના ૧૫૦ વર્ષની ઉજવણીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૧૨: વર્ષ ૧૮૭૫માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળના દરમિયાન રાષ્ટ્રીય ગીત ''વંદે માતરમ''એ દેશવાસીઓમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવી હતી અને દેશવાસીઓને માતૃભૂમિના ગૌરવની એકસૂત્રતામાં બાંધ્યા હતા. ૭મી નવેમ્બર ૨૦૨૫ના તેને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવંતા ક્ષણની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા તેની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કલેકટર કચેરીમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વંદે માતરમનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. તેમજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સ્વદેશી અપનાવવાના શપથ લેવામાં આવ્યા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી પી.એસ.જાડેજા સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh