Advertisement
Author: નોબત સમાચાર

દરેડ જીઆઈડીસી એસો.માં ઉદ્યોગિક હિતકારી 'ત્રીશુલ' પેનલનો ઝળહળતો વિજયઃ પ્રમુખ વિષ્ણુ પટેલ

પ્રગતિ પેનલનો સૂર્યાસ્તઃ ઐતિહાસિક પલટોઃ જબરદસ્ત ઉત્સાહનો માહોલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર દરેડ જીઆઈડીસી એસોસિએશનમાં ઐતિહાસિક સત્તાપલટોઃ 'ઉદ્યોગિક હિતકારી પેનલ'ની તમામ ૨૧ બેઠકો પર ઝળહળતો વિજય, પ્રગતિશીલ પેનલ ના 'સૂર્ય'નો સંપૂર્ણ અસ્ત થયો છે. યુવા નેતૃત્વ વિષ્ણુ પટેલ પ્રમુખ બન્યા છે, અને  'ત્રિશૂળ' પેનલને ઉદ્યોગકારોનું પ્રચંડ જન-સમર્થન મળ્યું છે. ૮૯% થી વધુ મતદાન પરિવર્તનનો પ્રબળ સંદેશ બની રહૃાું છે.

જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગમા દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની ૨૧ કારોબારી બેઠકો માટે ગઈકાલે, ૧૨મી ઓક્ટોબર, રવિવારના યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગ જગતમાં એક મોટો અને નિર્ણાયક સત્તાપલટો થયો છે. 'ઉદ્યોગિક હિતકારી પેનલ' (ત્રિશૂળ) દ્વારા તમામ ૨૧ બેઠકો પર જંગી મતે ઝળહળતો વિજય મેળવવામાં આવ્યો છે, જેના કારણે સાત વર્ષથી શાસનમાં રહેલી પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા નેતૃત્વ હેઠળની 'પ્રગતિશીલ પેનલ' (સૂર્ય)ની કારમી હાર થઈ છે, અને ઉદ્યોગકારોએ ગઈકાલે જાણે 'સૂર્ય'નો અસ્ત થતો જોયો હતો.

દરેડ વિસ્તારમાં આવેલા આ એસોસિએશનના કુલ ૧૮૪૫ સભ્યોમાંથી ૧૬૪૯ સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જે રેકોર્ડબ્રેક ૮૯%ની આસપાસનો મતદાન આંક દર્શાવે છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સવારે શરૂ. થઈ બપોર સુધીમાં ૭૦% સુધી પહોંચી હતી અને સાંજે ૫ વાગ્યા સુધી અવિરત રહી હતી, જેમાં 'ઉદ્યોગિક હિતકારી પેનલ' તરફ વધુ મતદાન થયું હોવાના સંકેતો શરૂ.આતથી જ મળી રહૃાા હતા.

મતદાન સાંજે શરૂ. થયેલી મત ગણતરીમાં ચૂંટણી પંચ દ્વારા ૧૬૪૯ મતદાનમાંથી ૩૬ મતો નાની-મોટી ખામીઓના કારણે રદ કરવામાં આવ્યા હતા, જેથી કુલ ૧૬૧૩ મતો વેલિડ ગણવામાં આવ્યા હતા. આ પરિણામોમાં 'ઉદ્યોગિક હિતકારી પેનલ'ના ઉમેદવાર અતુલભાઈ ગંગદાસભાઈ પટેલે સૌથી વધુ ૯૧૦ મતો મેળવી વિજયનું સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે યુવા ઉમેદવાર વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલે બીજા નંબરે ૮૯૮ મતો મેળવીને જીત હાંસલ કરી હતી. જીત બાદ 'ઉદ્યોગિક હિતકારી પેનલ'ના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વસંમતિથી યુવા અને શિક્ષિત નેતા વિષ્ણુ મહેશભાઈ પટેલને એસોસિએશનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે.

 ચૂંટણીના અંતે એક બેઠક પર ટાઇ પડવાનો રોમાંચક કિસ્સો બન્યો હતો, જેમાં 'પ્રગતિશીલ પેનલ'ના રાજેશભાઈ ચાંગાણી અને 'ઉદ્યોગિક હિતકારી પેનલ'ના રામજીભાઈ કણજારીયાને સમાન મતો મળ્યા હતા; જોકે, રાજેશભાઈ ચાંગાણીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈને ખેલદિલી બતાવી 'ઉદ્યોગિક હિતકારી પેનલ'ના ઉમેદવાર રામજીભાઈ કણજારીયાને સમર્થન આપીને તેમને વિજયી બનાવ્યા હતા, જેથી તમામ ૨૧ બેઠકો પર એક જ પેનલનો કબજો થયો હતો. વિગતવાર આંકડાઓ દર્શાવે છે કે, કુલ ૧૬૧૩ વેલિડ મતોમાંથી ૧૩૬૯ મતો પેનલ ટુ પેનલ (સીધા એક જ પેનલને) પડ્યા હતા, જ્યારે ૨૮૦ મતદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું નોંધાયું હતું, જે દર્શાવે છે કે ઉદ્યોગકારોએ વ્યક્તિગત યોગ્યતાને પણ મહત્ત્વ આપ્યું હતું. આ શાનદાર વિજય બાદ દરેડ ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છવાયો છે અને ઉદ્યોગકારો નવા પ્રમુખ વિષ્ણુ પટેલના નેતૃત્વમાં ટીપી પ્લાન્ટ, આરોગ્ય કેન્દ્ર અને પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ઝડપી કામગીરી શરૂ. થવાની આશા વ્યક્ત કરી રહૃાા છે. આ ભવ્ય વિજય ઉદ્યોગકારોના મજબૂત સંગઠન અને પરિવર્તનની ઈચ્છાશક્તિનું પ્રતીક છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh