Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતક મુકેશભાઈ બાંભણિયાના પરિવારની માનવીય ઉદારદિલીઃ પોલીસે બનાવ્યો કોરિડોર
જામનગર તા. ૬: જામનગરના એક યુવાનને સારવારમાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા પછી ગઈકાલે તેના બે અંગો એક કિડની અને એક લીવરનું દાન કરવામાં આવ્યું હતું. ગત્ મોડી સાંજે ખાસ કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવ્યા પછી બન્ને અંગોને ખાસ વિમાન મારફત અમદાવાદ મોકલવામાં આવ્યા હતાં, જ્યાં તેમના અંગોને અન્ય દર્દીના શરીરમાં પ્રત્યારો૫ણ કરવામાં આવ્યા હતાં. આમ બે દર્દીને જરૂરી અંગો મળતા તેમને નવજીવન મળ્યું હતું.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ બાંભણિયા નામનો યુવાન ગત્ તા. ૬-૧૦-ર૦રપ ના રાત્રે ૮ વાગ્યે ઘરમાં જ પડી જતા તેમને હેમરેજની ઈજા થતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં જ્યાં તા. ૧૧ સુધી દાખલ રખાયા પછી પરિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા જવા માટે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધું હતું અને તા. ૧ર ના ખાનગી હોસ્પિટલમાં તેમના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાંથી તા. ૧૬ ના રજા આપવામાં આવી હતી. તા. રપ-૧૦-ર૦રપ ના ફરી વખત તબિયત બગડી હતી અને તેમને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરી બીજી વખતનું ઓપરેશન જી.જી. હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ત્યારપછી પણ તેઓ સતત બેભાન અવસ્થામાં જ હતાં. આખરે તેમની તબિયત વધુ ખરાબ થતા હોસ્પિટલના તબીબોએ તેમને બ્રેઈનડેડ જાહેર કરવા માટે દર્દીના સગાને વાત કરી હતી.
આ પછી તેમના શરીરના અંગોના દાન અંગે તબીબોએ પરિવારજનોને સમજાવ્યા હતાં અને પછી પરિવારે અંગદાન માટે પરવાનગી આપતા ગઈકાલે સવારે દર્દીને બ્રેઈનડેડ જાહેર કરાયા પછી અમદાવાદથી આવેલી તબીબોની ટૂકડીએ ઓપરેશન કરીને કિડની અને લીવર મેળવ્યા હતાં.
બીજી તરફ પોલીસે ખાસ કોરિડોરની વ્યવસ્થા કરી હતી, અને એમ્બ્યુલન્સ મારફત બન્ને અંગોને ખાસ એમ્બ્યુલન્સ મારફત તાબડતાબ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતાં અને ત્યાંથી ખાસ વિમાન મારફતે બન્ને અંગોને અમદાવાદ લઈ જવાયા હતાં જ્યાં પહેલેથી જ તૈયાર રખાયેલા બે દર્દીને કિડની અને લીવરનું પ્રત્યાર્પણ કરવા તજવીજ શરૂ કરી હતી. આમ એક દર્દીએ પોતાના મૃત્યુ પછી અન્ય બે વ્યક્તિને નવજીવન આપી તેની જિંદગીમાં ઉજાસ કર્યા છે.
આ કામગીરી માટે જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીના માર્ગદર્શન હેઠળ એનેસ્થેશિયા, ન્યુરો સર્જરી વિભાગની તબીબી ટીમ ડો. ભૌમિક ચુડાસમા, ડો. પવન વસોયા વિગેરે ભારે જહેમત ઊઠાવી હતી.
સરકાર તરફથી પણ દર્દીના સગાના આ અંગ દાનના નિર્ણયને આવકારી તેમનો આભાર વ્યક્ત કરી મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી પરિવારને સાંતવના પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial